Get The App

મગન ઝાલાવાડિયા સામે ગોંડલમાં પણ મગફળી કૌભાંડ અંગે ગુનોનોંધાયો

-જેતપુર-રાજકોટમાં ત્રણ ગુના નોંધાયા બાદ ગુજકોટના સૌરાષ્ટ્રના મેનેજર

-ગોડાઉનમાં આગ લાગતાં બાજુના ગોડાઉનમાં મગફળી અન્યત્ર ખસેડવાનાં બહાને ઉચાપત

Updated: Sep 21st, 2018

GS TEAM

Google News
Google News
મગન ઝાલાવાડિયા સામે ગોંડલમાં પણ મગફળી કૌભાંડ અંગે ગુનોનોંધાયો 1 - image

, તા.21 સપ્ટેમ્બર 2018, શુક્રવાર 

જેતપુરમાં મગફળી કાંડ, રાજકોટમાં બારદાન કાંડ અંગે બે ગુના નોંધાયા બાદ હાલ જેલની હવા ખાતા ગુજકોટના સૌરાષ્ટ્ર ઝોનના મેનેજર મગન ઝાલાવાડીયા સામે ગોંડલ પોલીસમાં મગફળી કૌભાંડ અંગે ચોથો ગુનો નોંધાયો છે. આ કૌભાંડમાં ગુજકોટનાં અધિકારીઓની પણ સંડોવણી ખુલે તેવી સંભાવના છે. તપાસના અંતે તેમની પણ ધરપકડ કરવામાં આવશે તેમ પોલીસે જણાવ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના ઉમવાળા રોડ ઉપર આવેલા રામરાજ્ય જીનિંગ મિલમાં આગ લાગવાથી આશરે ૨૮ કરોડની મગફળીનો જથ્થો બળીને ખાખ થઈ જવા પામ્યો હતો. જેના પડઘા વિધાનસભામાં પણ પડયા હતા. બાદમાં ઉપરાઉપરી મગફળી કાંડ વધવા લાગતા આખરે મગન ઝાલાવાડિયાની પોલીસ દ્વારા ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

રાજકોટ બી ડિવિઝન પોલીસ ઈન્સ્પેક્ટર આર.એસ. ઠાકરની પુછપરછ દરમિયાન મગન ઝાલાવાડિયા દ્વારા ગોંડલ રામરાજ્ય જીનિંગ મિલમાં આગ લાગી ત્યારે બાજુના ગોડાઉનમાં સલામત પડેલી ૨૯૫૫ મગફળીની બોરી અન્ય સ્થળ પર ખસેડવાનું જણાવી ઉચાપત કરવામાં આવી હતી. 

બાદમાં તપાસનું દબાણ વધતા કેટલાક અધિકારીઓ દ્વારા રૃપિયા ૪૦ લાખ મોકલાવાતા ફરી મગફળીનો જથ્થો સરખો કરી નાખવામાં આવ્યો હોય આવી કબુલાત આપતા પીઆઈ આર.એસ. ઠાકર દ્વારા ગોંડલ પોલીસ મથકમાં મગન ઝાલાવાડિયા વિરુદ્ધ ઉચાપત અંગે ફરિયાદ નોંધાવતા પી.આઈ. રામાનુજ દ્વારા આઈપીસી કલમ ૪૦૯, ૧૨૦ બી મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

Tags :