Get The App

સિહોરની ઉંચી ટેકરી પર બિરાજતા લોકમાતા-રાજદેવી 'સિહોરી માતા'

Updated: Sep 30th, 2019

GS TEAM

Google News
Google News
સિહોરની ઉંચી ટેકરી પર બિરાજતા લોકમાતા-રાજદેવી 'સિહોરી માતા' 1 - image

સિહોર, તા. 30 સપ્ટેમ્બર 2019, સોમવાર

ભાવનગર રાજ્યની જૂની રાજધાની સિહોરનગરીની મધ્યે હજારો-લાખો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન સિહોર માતાજીનું મંદિર ટેકરી ઉપર આવેલું છે. આ ઐતિહાસિક મંદિરના પ્રાગણમાંથી દેખાતી આખાય સિહોરનગરની સૌંદર્યતા જોઈને જ આંખને ટાઢક થાય છે. બ્રાહ્મણ જ્ઞાાતિના જાની પરિવાર સિહોરી માતાને કુળદેવી તરીકે પૂજે છે.

સિહોર માતાના મંદિર સાથે જુદી જુદી માન્યતાઓ પ્રવતેલી છે. ગોહિલવાડના ગોહિલો મારવાડથી આવ્યા ત્યારે તેઓ મરૃ રાજા કહેવાયા અને આ મારૃ દેવી તેમના કુળદેવી હશે તેવો સંદર્ભ મળે છે. જૈન વિધ્વાનોના મત પ્રમાણે ઋષણ દેવીની માતાનું નામ મારૃ દેવી હતું. તેમના સ્મણાર્થે આ દેરી બનાવાઈ હતી. મહારાજા તખ્તસિંહજીએ આ મંદિર બંધાવ્યું હતું. ત્યારે ત્યાંથી જૂના ખોદકામમા મળેલા પથ્થરમાં પણ મારૃ દેવી જેવું નામ વાંચવા મળ્યું હતું. જ્યારે મંદિરના પૂજારીના મત પ્રમાણે સિહોરી માતા બ્રાહ્મણોના કુળદેવી છે. ભૂતકાળમાં જ્યારે સિંહપુર નામની સિહોર ઓખળાતું ત્યારે તેની પ્રતિષ્ઠા થયેલી અને એ સમયે આ મંદિર સિંહપુરી માતા તરીકે ઓળખાતું હતું.

લોકકથા અને ઈતિહાસ પ્રમાણે સિહોરના ઉત્તર ભાગમાં જાની પરિવાર અને દક્ષિણ ભાગમાં રણા ભટ્ટની ડેલીઓ આવી હતી. તેમાં જાની કુટુંબની દીકરીના લગ્ન ભટ્ટ (રણા) કુટુંબના યુવાન ગજાનન સાથે થયા હતા. આજની જે સાત શેરી કહેવાય છે. ત્યાં ચોરો હતો અને બ્રાહ્મણોના ગલઢેરા (વૃધ્ધો) ત્યાં બેસતા હતા. એક વખત આ ચોરા ઉપર ત્રણ-ચાર જુવાનિયા બેઠછ હોય ત્યારે ગજાનનના પત્ની ઘરની ઓશરીમાં દોણામાં દહીં નાંખીને છાર વલોવતા હતા. ત્યારે એક જુવાનિયાના શબ્દ સાંભળી ગજાનને તેના પત્નીનો ચોટલો અને નાક-કાન કાપી નાંખ્યા હતા. આ વાતને લઈ બન્ને કુટુંબો વચ્ચે ખડગ ખેંચાયા અને મારામારી-કાપાકાપી થતા લોહીની નદીઓ વહી હતી.

કહેવાય છે કે, મૃત્યુ પામેલા શરીર પરથી સવા મણ જેટલી જનોઈ ઉતરી હતી. એવામાં બેભાન થયેલી ગજાનનની રૃપસુંદરી પત્ની ભાનમાં આવ્યા હતા અને સામેના ડુંગર પર ચડતા તેમની પાછળ ટોળું દોડયું હતું જેથી સતિનારીએ સૂર્યદેવ સમક્ષ પોતે પતિવ્રતા હોય, કોઈ પરપુરૃષનો સ્વપ્નેય વિચાર કર્યો નથી તેમ કહીં પથ્થર બનાવી દેવા અરજ કરી હતી. આ શબ્દો પૂરા થતાં જ એક પવનના સુસવાટો આવ્યો અને સતિનારી પવનમાં અલોપ થઈ ગઈ અને ત્યાં એક પથ્થર માત્ર રહ્યો હતો. આ ઘટના બાદ બ્રાહ્મણોએ પથ્થરની જગ્યાએ મંદિર બનાવી સતિમાતાનું પૂજન શરૃ કર્યું હતું. કાળક્રમે માતાજી પ્રત્યે આસ્થા વધતા બ્રાહ્મણો ઉપરાંત અઢારે વર્ણના લોકમાં સિહોરી માતા અનન્ય શ્રધ્ધાનું સ્થાન બની ચૂક્યા છે.

છેડાછેડી છોડવા વરઘોડીયા મંદિરે આવે છે

સિહોર માતા સાક્ષાત દેવીના સ્વરૃપ છે. એટલે જ આ દેવી લોકમાતા, રાજ માતા તરીકે ઓળખાય છે. બ્રાહ્મણ જાની કુટુંબ સિહોર માતાને કુળદેવી તરીકે પૂજે છે. લગ્ન બાદ વરઘોડીયાના છેડાછેડી અહીં છૂટે છે. બ્રાહ્મણ કુટુંબ પુત્રજન્મ થતાં તેને માતાજીને પગલે લગાડવા અચૂક આવે છે. તેમજ બાળકની કર વિધિ આ મંદિરે જ થાય છે. વધુમાં મંદિરમાં સિહોરી માતાના વાહનરૃપે બે સિંહ બેઠા છે. બાજુમાં ત્રિશુલ શોભે છે. ઉંચી ટેકરી (ડુંગર) પર 300 જેટલા પગથિયા છે.