પાલિતાણા અને ગારિયાધાર તાલુકામાં આજે લાઈટ કાપ
ભાવનગર, તા. 14 નવેમ્બર 2019, ગુરૂવાર
પાલિતાણા PGVCL દ્વારા ગારિયાધાર અને પાલિતાણા તાલુકામાં આવતીકાલે શુક્રવારે પાવરકાપ મુકવામાં આવ્યો છે. જ્યારે ભાવનગર શહેર વિભાગ-2 PGVCL દ્વારા શહેરના ચિત્રા ફીડર હેઠળના વિસ્તારોમાં લાઈટ કાપ રખાશે.
જેટકો દ્વારા આવતીકાલ તા. 15-11ને શુક્રવારે અગત્યની કામગીરી કરવાની હોવાથી પાલિતાણા અને ગારિયાધાર તાલુકાના મેસણકા, નવાગામ, ખોડવદરી, ઠાંસા, લુવારા, ભંડારિયા, ગુજરડા, સમઢિયાળા, ગણેશગઢ, પાલડી, પરવડી, માનગઢ, ચોમલ, ટીંબા, શિવેન્દ્રનગર, સાતપડા, ડમરાળા, સારીંગપુર, પચ્છેગામ, ગણેશગઢ, રૂપાવટી, સાંઢખાખરા, સુખપર, મોટી વાવડી, સુરવિલાસ, ઘેટી, નાનીમાળ, કંજરડા, હાથસણી, દેદરડા, જાળિયા (માનાજી), આદપુર, દુધાળા, ચોંડા, રાણપરડા, લીલીવાવ વગેરે ગામોમાં જ્યોતિગ્રામ તેમજ ખેતીવાડી કનેક્શનમાં સવારે 8 થી સાંજના 4 કલાક સુધી વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે તેમ પાલિતાણા PGVCL કચેરીના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
આ ઉપરાંત વરતેજ 220 કે.વી. એસ.એસ.ના ચિત્રા ફીડર અને ચિત્રા 66 કે.વી. એસ.એસ.માં જેટકો દ્વારા વીજ કામગીરી કરવાની હોવાથી કાલે શુક્રવારે સવારે 7 થી 2 કલાક દરમિયાન નાની ખોડિયાર મંદિર, ઈન્દીરાનગર માર્કેટીંગ યાર્ડ, એસ.ટી. વર્કશોપ, પીએન્ડ ટી ક્વાર્ટર, રામદેવનગર, શહીદ ભગતસિંહનગર, વિશ્વકર્મા, કલ્યાણનગર વગેરે વિસ્તારમાં તથા સવારે 7 થી સાંજના 4 વાગ્યા સુધી ચિત્રા જીઆઈડીસી વિસ્તારમાં PGVCL શહેર વિભાગ-2 દ્વારા પાવરકાપ લાદવામાં આવ્યો છે.