Get The App

જામદેવળિયામાં પત્નીની હત્યાનાં કેસમાં પતિને આજીવન કેદ

Updated: Mar 17th, 2023

GS TEAM


Google News
Google News
જામદેવળિયામાં પત્નીની હત્યાનાં કેસમાં પતિને આજીવન કેદ 1 - image


દ્વારકાની એડી.ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટનો ચુકાદો

ચારિત્ર્યની શંકા કરીને પતિએ પત્નીને ગળાટુંપો દઈ માથામાં ત્રિકમનો હાથો ફટકારીને કરી હતી હત્યા

જામ ખંભાળિયા: કલ્યાણપુર તાલુકામાં જામદેવળિયા ગામે પત્ની પર ચારિત્ર્યની શંકા કરીને હત્યા કરી નાખવાનાં કેસમાં કોર્ટ આરોપી પતિને આજીવન કેદની સજા ફટકારી છે.  

કલ્યાણપુર તાલુકાના જામદેવળિયા ગામે રહેતા જસમતપરી જેરામપરી ગોસ્વામી દ્વારા પોતાના પત્ની રેખાબેન ઉપર અવારનવાર ચારિર્ત્ય બાબતની શંકા-કુશંકાઓ કરી, તેના દ્વારા પત્ની સાથે ઝઘડો કરવામાં આવતો હતો. એટલું જ નહીં, આરોપી જસમતપરી દ્વારા પોતાના પત્નીને શારીરિક તથા માનસિક ત્રાસ પણ અપાતો હતો.  થોડા સમય પૂર્વે જસમતપરીએ પત્ની રેખાબેનને દોરડા વડે ગળાટુંપો આપી, માથાના ભાગે ત્રીકમનો હાથો મારી હત્યા નીપજાવવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો.

જે સંદર્ભે જેરામગર લખમણગર રામદતી (રહે. ચાસલાણાવાળા)એ જસમતપરી સામે ધોરણસર ફરિયાદ નોંધાવી હતી.  જે સંદર્ભે સ્થાનિક પોલીસે ચાર્જસીટ તૈયાર કરી અને દ્વારકાની અદાલતમાં રજૂ કર્યું હતું. આના અનુસંધાને દ્વારકા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા સરકારી વકીલ અમિતભાઈ વ્યાસની દલીલોને ગ્રાહ્ય રાખી, આરોપી જસમતપરી ગોસ્વામીને હત્યાના ગુનામાં આજીવન કેદ અને રૂપિયા ૧૦,૦૦૦ નો દંડ તેમજ ી અત્યાચારના ગુનામાં છ માસની કેદ અને રૂપિયા ૧,૦૦૦ નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.


Tags :