ગારિયાધાર, તા. 06 એપ્રિલ 2019, શનિવાર
ભાવનગર જિલ્લાના ગારિયાધારના મૂળ વતની અને હાલ સુરત રહેતા જીવાણી પરિવારના યુવાને UPSCની પરીક્ષામાં દેશમાં 94મો અને રાજ્યમાં પ્રથમ રેન્ક પ્રાપ્ત કરેલ છે. સીવીલ સર્વિસીસની પરીક્ષાના પરિણામો જાહેર થતા યુપીએસસીની પરીક્ષામાં સમગ્ર દેશમાંથી 759 પરિક્ષાર્થઓ ઉતીર્ણ થયા છે.
આ ઉતીર્ણ થયેલા યુવાનોમાં સુરત રહેતો કાર્તિક નાગજીભાઇ જીવાણી દેશમાં 94 ક્રમે અને રાજ્યમાં પ્રથમ રેન્કે રહ્યો છે. મૂળ ભાવનગર જિલ્લાના ગારિયાધારના વતની અને હાલ સુરત વસતા જીવાણી નાગજીભાઇ એમ.ડી. છે અને પેથોલોજીસ્ટ-ડોક્ટર છે. જ્યારે માતા હંસાબેન ગૃહિણી છે. આઇઆઇટી મુંબઇમાંથી મિકેનીકલ વિષયમાં એન્જીનીયરીંગ કરનાર કાર્તિક જીવાણી પરિવારમાંથી સિવીલ સર્વિસીસમાં સિધ્ધિ મેળવનાર પ્રથમ વ્યક્તિ છે.
ત્રણ એક્ઝામ આપી અને ત્રણેયમાં ઉતીર્ણ થયો
કાર્તિકે અગાઉ સીવીલ સર્વિસીસની અગાઉ પણ એક્ઝામ આપી હતી. આ વખતે ઇન્ડીયન એન્જીનીયરીંગ, ઇન્ડીયન ફોરેસ્ટ અને સીવીલ સર્વિસીસ એમ ત્રણ એક્ઝામ આપી હતી અને આ ત્રણેય પાસ કરી છે.


