રોકડીયા હનુમાન નજીક બે સ્કૂટર અથડાતા ઘવાયેલા પ્રૌઢનું મોત
પોરબંદરમાં અજાણ્યા સ્કૂટર ચાલક સામે ગુન્હો દર્જ
નોકરીએ જતા હતા ત્યારે થયો અકસ્માત
પોરબંદરના રોકડીયા હનુમાન મંદિર પાછળ માધવ પાર્કમાં રહેતા
મીનાબેન હીરાલાલ જુંગી દ્વારા એવી પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે કે તેમના પતિ
સ્કુટર ઉપર જી.એમ.બી.ની નોકરીએ જવા માટે નીકળ્યા હતા. ત્યારે રોકડીયા હનુમાન મંદિર
સામેથી પસાર થતા હતા ત્યારે અજાણ્યા મોપેડ એક્સેસના ચાલકે બેફીકરાઈથી મોપેડ
ચલાવીને હીરાલાલ ખીમજીભાઈ જુંગી (ઉં.વ.૫૮)ના સ્કુટર સાથે અકસ્માત સર્જતા
હીરાલાલભાઈના માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. તેથી ત્યાં ઉપસ્થિત લોકોને તેમને
રીક્ષામાં બેસાડીને સરકારી હોસ્પિટલે પહોંચાડયા હતા.
ત્યાં તેમની સ્થિતિ ગંભીર હોવાથી એમ્બ્યુલન્સ મારફતે
અમદાવાદની સિવિલ હોસ્પિટલે લઈ જવાયા હતા. જ્યાં તેમની તબીયતમાં સુધારો નહીં થતા
તેમને રાજકોટની હોસ્પિટલે સારવારમાં લાવ્યા હતા અને ત્યાં તેઓ બેભાન હતા. ત્રણ
દિવસ સુધી સારવાર કરાવવા છતા ફરક નહી પડતા તેમને પોરબંદરની સરકારી હોસ્પિલે દાખલ
કરવા માટે પોરબંદર આવતા હતા. ત્યારે રસ્તામાં ગોંડલ પાસે તેઓ મૃત્યુ પામ્યા હતા
અને મૃતદેવનહે ભાવસિંહજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લવાયા બાદ પી.એમ. થયું
હતું અને અજાણ્યા એક્સેસ મોપેડના ચાલક સામે ગુન્હો નોંધાવ્યો છે.