Get The App

નાના ઝીંઝુડા ગામે હારજીતનો જુગાર રમતા 6 શખ્સ ઝડપાયા

Updated: Feb 5th, 2022

GS TEAM

Google News
Google News
નાના ઝીંઝુડા ગામે હારજીતનો જુગાર રમતા 6 શખ્સ ઝડપાયા 1 - image

- મોબાઈલ ટાવર નીચે મધરાત્રે જુગટૂં ખેલાતુ હતુ

- સાવરકુંડલા, આંબરડી, નાના જીંજુડાના શખ્સોના કબજામાંથી રોકડ, જુગાર સાહીત્ય બરામત કરાયુ

ભાવનગર : નાના જીંજુડા ગામે ગત મધ્યરાત્રિના અરસા દરમિયાન મોબાઇલ ટાવર નીચે જાહેર જગ્યામાં હારજીતના જુગારની બાજી માંડી બેસેલ સાવરકુંડલા, આંબરડી અને નાના જીંજુડા ગામના છ શખ્સને પોલીસે મળેલ પૂર્વ બાતમી આધારે દરોડો પાડી રંગેહાથ ઝડપી પાડયા હતાં. પોલીસે શખ્સોના કબ્જામાંથી રોકડ, જુગાર સાહિત્ય બરામત કરી તમામને લોકઅપ હવાલે કરી દીધા હતાં.

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર સાવરકુંડલા રૂરલ પોલીસ મથકનો સ્ટાફ ગત રાત્રિના સુમારે નાઇટ પેટ્રોલીંગમાં હતો તે વેળાએ બાતમી રાહે હકિકત મળી હતી કે, નાના જીંજુડા ગામે પ્લોટ વિસ્તારમાં આવેલ મોબાઇલ ટાવરની બાજુની જાહેર જગ્યામાં શખ્સો હારજીતનો જુગાર રમી રહ્યા છે જે હકિકત આધારે મોડી રાત્રિના ૨.૩૦ કલાકના સુમારે દરોડો પાડી તપાસ હાથ ધરતા ગોળ કુંડાળુ વળી જુગટું ખેલતા પુનીત રાજુભાઇ સુચક (ઉ.વ.૩૨, રે.જલારામ સોસાયટી, જેસર રોડ, સાવરકુંડલા), જતીન અરવિંદભાઇ પરમાર (ઉ.વ.૩૬, રે.મધુવન સોસાયટી, જેસર રોડ, સા.કુંડલા), ઇરફાન રાજેભાઇ શેખ (ઉ.વ.૩૦, રે.આંબરડી, તા.સા.કુંડલા), ગોવિંદ વાલજીભાઇ જીયાણી (ઉ.વ.૬૦, રે.જીંજુડા ગેટ, સા.કુંડલા), કાદર સતારભાઇ શેખડા (ઉ.વ.૩૨, રે.આંબરડી, તા.સા.કુંડલા), ભરત ગોવિંદભાઇ કણબી (ઉ.વ.૪૫, રે.પ્લોટ વિસ્તાર, નાના જીંજુડા) મળી આવતા તમામને રંગેહાથ ઝડપી પાડી પોલીસે શખ્સોના કબ્જામાંથી રોકડ રૂપિયા ૮૯,૫૮૦ અને જુગાર સાહિત્ય કબ્જે લઇ તમામ વિરૂદ્ધ જુગારધારા તળે ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.