ભુજમાં બે બંદુક સાથે બે શખ્સો કારમાંથી ઝડપાયા
- ઢેલનો શિકાર કર્યો હોવાની કબૂલાત
- બે બંદુકની સાથે છરી અને પાંચ કારતૂસ પણ મળ્યા
ભુજ,તા.09 જૂન 2020, મંગળવાર
ભુજ શહેરના નાગોર રોડ પર પોલીસે બે બંદુક સાથે ઈસમોને પકડી પાડીને પુછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
એલસીબીની ટીમે નાગોર ફાટક પાસે આવેલ રોયલ સીટી નજીક વોચ ગોઠવીને કારમાં આવી રહેલા બે ઈસમોને પકડી પાડયા હતા. અનવર કાસમ લુહાર અને અક્રમ ઉર્ફે શિકારી અજીમ થેબાના કબ્જામાંથી જીરો પોઈન્ટ રર સ્પોટીંગ રાયફલ કિંમત રૂા.૩૦ હજાર, દેશી હાથ બનાવટની બંદુક કિંમત રૂા.ર હજાર, કારટીઝ નં.પ, છરી એક કબ્જે કરવામાં આવી છે. પોલીસે હથિયાર ધારાની કલમો તળે, બી ડીવીઝન પોલીસ મથકે ગુનો દાખલ કર્યો છે. કાર નંબર જી.જે.૧ર બી.જી.૯૪૮૮માંથી એક મૃત પક્ષી મળી આવ્યું હતું. આ ઈસમોની પૂછપરછમાં તેઓએ રાયફલથી ઢેલનો શિકાર કર્યો હતો. આ બાબતની જાણ વન વિભાગને કરવામાં આવી છે.