Get The App

ભાવનગરમાં હવે ડ્રોનની મદદથી ખેતીવાડીમાં દવા છંટકાવ થશે

Updated: Jul 29th, 2022

GS TEAM

Google News
Google News
ભાવનગરમાં હવે ડ્રોનની મદદથી ખેતીવાડીમાં દવા છંટકાવ થશે 1 - image


- દવા છંટકાવ માટે કાળી મજુરીમાંથી મુક્તિ

- ડ્રોન ટેકનોલોજીનું આગામી ત્રણ ઓગસ્ટથી લોન્ચીંગ કરાશે : અરજી કરનારને સરકાર દ્વારા સહાય પણ મળશે

ભાવનગર : દેશના અન્ય રાજ્યોમાં ખેતીવાડીમાં અદ્યતન સાધનોનો વપરાશ થઇ રહ્યો છે. જ્યારે ભાવનગરમાં આગામી ૩થી દવા છંકાવ માટે ડ્રોનનું લોન્ચીંગ થવા જઇ રહ્યું છે. ખેડૂતોને કાળી મજુરીમાંથી મુક્તિ મળશે. આ માટે સરકારે સહાય પણ જારી કરી છે. જેનો લાભ અરરજી કરનાર ખેડૂતોને મળી શકશે.

ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે સરળતાથી મળી રહે તે હેતુસર આઇ ખેડૂત પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે. આ પોર્ટલ મારફત વર્ષ ૨૦૨૨-૨૩ માટે કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેકનોલોજી (કૃષિ વિમાન)ના ઉપયોગથી પાક સંરક્ષણ રસાયણો-નેનો યુરીયા-એફસીઓ માન્ય પ્રવાહી ખાતરો-જૈવિક ખાતરનો છંટકાવ માટે સહાય અરજીઓ મેળવવાની થાય છે. ખેડૂતોને ખેતાવાડી ખાતા દ્વારા કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેકનોલોજી (કૃષિ વિમાન) દ્વારા છંટકાવ માટેની સહાય યોજનાનો મહત્તમ લાભ મળી રહે તે આશયથી રાજ્ય સરકાર વર્ષ-૨૦૨૨-૨૩ માટે આઇ ખેડૂત પોર્ટલ પર તા.૨૬-૮ સુધીમાં ખેડૂતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવેલ છે. જે ધ્યાને લઇ તમામ ખેડૂતોને યોજનામાં સહાય મેળવવા માટે સુચિત સમયમર્યાદામાં આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવા જણાવવામાં આવ્યું છે. ૨૦૨૨-૨૩માં ખેડૂતો દ્વારા કરવામાં આવનાર અરજીઓ ઓટો ઇનવર્ડની પધ્ધતિ દાખલ કરવામાં આવેલ છે. આથી અરજદારે ઓનલાઇન કરેલ અરજીની પ્રીન્ટ પોતાની પાસે જ રાખવાની રહેશે તથા કોઇ કચેરી ખાતે જમા કરાવવાની જરૂરીયાત નથી. ઓનલાઇન કરેલ અરજીને ખેતીવાડી ખાતા દ્વારા પૂર્વ મંજુરી મળ્યા બાદ નિયમોનુસાર છંટકાવની કામગીરી કરાવવાની રહેશે. આ ડ્રોન પધ્ધતિનું આગામી તા.૩ ઓગસ્ટથી લોન્ચીંગ થવા જઇ રહ્યં છે.

Tags :