સુપ્રિમ કોર્ટના ચુકાદાના આધારે મહિલા અનાામતના પરિપત્રનો અમલ જરૂરી
- પ્રમોશનમાં પણ અનામત વ્યવસ્થા અન્યાયી
- મહિલા અનામતનો પરિપત્ર રદ નહિ કરવા મુખ્યમંત્રીને રજુઆત
ભાવનગર, તા. 21 જાન્યુઆરી 2020, મંગળવાર
જનરલ કેટેગરીની મહિલા ઉમેદવારોએ જણાવેલ કે તાજેતરમાં લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા કુલ ૧૪,૮૯૧ ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટે બોલાવવામાં આવેલા. જેમાં જનરલ કેટેગીરીના સ્ત્રી પુરૂષ મળીને માત્ર ૧૭૪૬ ઉમેદવારો એટલે કે માત્ર ૧૧.૭૨ ટકા ઉમેદવારો જ સમાવિષ્ટ થયેલા છે. તેમજ પસંદગી પામેલા ૪૬૫૫ મહિલા ઉમેદવારો પૈકી જનરલ કેટેગરીના માત્ર ૪૭૮(૧૯ ટકા) મહિલા ઉમેદવારો સમાવિષ્ટ થયેલા છે.
સરકારના ગત તા.૧-૮-૧૮ને પરિપત્ર નામદાર સુપ્રિમ કોર્ટના ચુકાદા આધારે મહિલા અનામતની સ્પષ્ટતા બાબતનો પરિપત્ર હોય તેમાં જે તે કેટેગીરી વાઇઝ સંખ્યા જાળવવાની સ્પષ્ટતા કરેલ હોય આ પરિપત્રનો ચુસ્તપણે અમલ થાય, શિસ્તના માર્ગે માંગણી બાબતે સરકારનું ધ્યાન દોરવા માંગીએ છીએ. કે આ પરિપત્ર નામદાર કોર્ટના ચૂકાદાનું માત્ર અર્થઘટન કરતો હોય અરાજકતાના જોરે કે દેખાવો, ધરણા કે આંદોલનોને ધ્યાનમાં લઇને રદ ન કરવામાં આવે. જો આમ કરવામાં આવશે તો શિસ્તબધ્ધ સમાજ પણ આવનાર સમયમાં આવા પ્રકારના ઉગ્ર કાર્યક્રમ કરવા ના છુટકે મજબુર બનશે.
તમામ પ્રકારના અનામતોને સમાપ્ત કરી ભારતીય બંધારણનું પ્રથમ વાક્ય અમમે ભારતના લોકોને ચરિતાર્થ કરવાનો સમય આવી ગયો છે. ભારતના બંધારણના અમલને ૭૦ વર્ષનો સમય થયો છે. અનામતના જ્ઞાાતી-જાતીના આધારોના કારણે ભારત જ્ઞાાતિ-જાતીના વાડાઓમાં વહેચાઇ રહ્યો છે.
એક કુટુંબને એક વાર અનામતનો લાભ આપવાની પ્રક્રિયા ૭૦ વર્ષ પહેલા શરૂ કરવામાં આવી હોય તો હાલ સુધીમમાં ભારતના તમામ કુટુંબોને એક એક વખત અનામતનો લાભ મળી ગયો હોત પરંતુ હાલની વ્યવસ્થા મુજબ અમુક કુટુંબોને વારંવાર અનામતનો લાભ મળ્યો છે. પણ ગેર વ્યાજબી છે. નોકરી મળ્યા પછી પ્રમોશનમાં પણ અનામત તે પણ એક અન્યાયી વ્યવસ્થા છે.
આ હકિકતોને ધ્યાને લઇ ગુજરાત રાજ્યના સામાન્ય વહીવટ વિભાગના ગત તા.૧-૮-૨૦૧૮ના પરિપત્રનને રદ નહિ કરવા તેમજ તેમનો ચૂસ્તપણે અમલ કરવા ભાવનગરના પાલીવાલ યુવક મંડળના પ્રમુખે મુખ્યમંત્રી સહિતનાને લેખીત રજુઆત કરી છે.