ગોંડલના મોટીખિલોરીમાં મકાનમાં દરોડોઃ પાંચ કિલો ગાંજો મળી આવ્યો
સુરતથી ગામડે ગાંજો લાવ્યો હોવાનું ખુલ્યું
ખેતી કામ કરનાર શખ્સ પોતે નશાનો બંધાણી હોવાથી પહેલાં પીવા માટે ગાંજો લાવતો બાદમાં ખર્ચો કાઢવા ગાંજાનો ધંધો શરૂ કરી દીધો
ગોંડલ: ગોંડલ તાલુકાના મોટી ખીલોરી ગામે રહેતા અને ખેતી કામ કરનાર ખેડુતના મકાનમાં એસોજીની ટીમે દરોડો પાડતા ૫ કિલો ૨૦૦ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે રૂપિયા બાવન હજારની કિંમતનો ગાંજાનો જથ્થો કબજે કરી પકડાયેલા શખસની પૂછપરછ કરતા તે સુરતથી ગાંજાનો જથ્થો લાવ્યો હોવાનું રટણ કર્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ ગ્રામ્ય એસોજીના પીઆઇ કે.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ બી.સી.મિયાત્રા અને કે.એમ.ચાવડા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી મળી હતી કે, મોટી ખીલોરી ગામે રામજી મંદિર ચોક પાછળ રહેતા અરજણ બાબરીયા નામના શખસે પોતાના મકાનમાં ગાંજાનો જથ્થો છુપાવી રાખ્યો છે.આ બાતમીના આધારે એસઓજીની ટીમે દરોડો પાડયો હતો.
પોલીસે મકાનમાં તપાસ કરતા મકાનમાંથી પાંચ કિલો ૨૦૦ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો અને અરજણ રણછોડભાઈ બાબરીયા (ઉ.વ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, આરોપી અરજણ બાબરીયા ખેતી કામ કરે છે પરંતુ પોતે નશાનો બંધાણી હોવાથી પ્રથમ પોતાના પીવા માટે ગાંજો લાવતો હતો બાદમાં ખર્ચો કાઢવા માટે મોટી માત્રામાં ગાંજાનો જથ્થો લાવી તેનું વેચાણ પણ શરૂ કરી દીધું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં આ શખસ ગાંજાનો આ જથ્થો સુરતમાં રેલ્વે સ્ટેશન પાસેના વિસ્તાર પાસેથી લાવ્યો હોવાનું રટણ કર્યું હતું. આ મામલે વધુ તપાસ ગોંડલ તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ એમ.એચ.ઝાલા ચલાવી રહ્યા છે.