Get The App

બોડીદર ગામની દીકરી સહિત ત્રણ ફૌજી જવાનોનું સન્માન

- બી.એસ.એફ.ની આકરી તાલીમ પૂર્ણ કરી

- શાનદાર રેલી કાઢીને સ્વાગત, હવે ત્રિપુરા, આસામ અને લખનૌમાં ફરજ બજાવશે

Updated: Apr 4th, 2022

GS TEAM

Google News
Google News
બોડીદર ગામની દીકરી સહિત ત્રણ ફૌજી જવાનોનું સન્માન 1 - image

ડોળાસા, તા.૩

ડોળાસા નજીકના બોડિદર ગામની એક દીકરી અને બે યુવાનો બીએસએફની તાલીમ પૂર્ણ કરી વતન પરત આવતા ડોળાસા અને બોડિદર ગામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવાનાં આવ્યું હતું.

ગીર ગઢડા તાલુકા ના બોડિદર ગામના દલિત સમાજના દીકરી જાગૃતિબેન ધીરુભાઈ મકવાણા, કોળી સમાજના વિપુલભાઈ ઉકાભાઇ જેઠવા અને કારડીયા રાજપૂત સમાજના વિશ્વજીત માનસિંહભાઈ વાળા બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ)માં જોડાયા હતા. દસ મહિનાની તાલીમ પણ પૂર્ણ કરી વતન બોડિદર આવી રહ્યા હતા. ત્યારે રસ્તામાં આવતા કોડીનાર તાલુકાના ડોળાસા ગામના હિન્દુ યુવા સંગઠન દ્વારા ફૂલહાર અને વીર શહીદોના પ્રતીક (ફોટા ) અર્પણ કરી સન્માનિત કર્યા હતા.

બાદ બોડીદર ગામના અસંખ્ય યુવાનો બાઈક રેલી સાથે આ ફૌજીઓના સ્વાગતમાં જોડાય હતા. દેશ ભક્તિ ગીતો સાથે વિશાળ રેલી નીકળી હતી. ત્રણે ફૌજીઓને ખુલ્લી ગાડીમાં બેસાડવામાં આવ્યા હતા. જે બોડિદર ગામના મુખ્ય માર્ગો પર ફરી હતી. રસ્તામાં ગામ લોકોએ તેઓને દિલાથી આવકારી સ્વાગત કર્યું હતું.

બાદ આ રેલી નવા બની રહેલા રામ મંદિરે પહોંચી હતી. જ્યાં બોડિદર સેવા મંડળ દ્વારા આ ત્રણેય ફૌજીઓનો સત્કાર સમારોહ યોજાયો હતો. જ્યાં ગામના પ્રતિતિ અગ્રણીઓ દ્વાર પુષ્પગુચ્છાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામની બહેનો વિશાળ સંખ્યામાં ઉપસિૃથતિ રહ્યા હતા. કારણ કે ગામની પ્રાથમ દીકરી જાગૃતિબેન ડી. મકવાણા ફૌજ માં જોડાઈ બોડિદર ગામનું ગૌરવ વાધાર્યું છે.

બોડિદર ગામ ના જાગૃતિબેન પંજાબ માં તાલીમ લીધી છે અને ત્રિપુરા ખાતે ફરજ માં જોડાશે. વિશ્વજીત વાળાએ નાગાલેન્ડમાં તાલીમ લીધી છે અને આસામ આસામ રાયફલમાં જોડાશે. જ્યારે વિપુલભાઈ જેઠવાએ હિમાચલ પ્રદેશમાં તાલીમ લીધી છે અને લખનૌમાં ફરજ બજાવશે.

Tags :