For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ખેતીલાયક જમીનના વેચાણના પ્રમાણપત્ર મેળવવામાં ખેડૂતોને હેરાનગતિ

Updated: Jan 23rd, 2023


- અનેક ખેડૂતોએ વ્યથા સાથે રજુઆત કરી

- જાહેર હીતની અરજી માટે મહુવા ચેમ્બર ઓફ કોમર્સમાં અસરગ્રસ્તોને આધાર પુરાવા મોકલવા તાકિદ કરાઈ

મહુવા : ગુજરાત રાજયના ખેડૂત ખાતેદારોને જે તાલુકાના ખાતેદાર હોય તે તાલુકા સિવાય અન્ય તાલુકામાં ખેતીની જમીન વેચાણ આપવી હોય તો સરકાર દ્વારા આવા ખેડૂતોને ખેડુત ખાતેદારનું પ્રમાણપત્ર આપવા માટે પ્રાંત અધિકારીઓને ખાસ સત્તા આપવામાં આવેલ છે. 

મહુવા પંથકના ખેડૂતોએ આ માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. મહુવા તાલુકાના ઘણા અક્ષરજ્ઞાાન ન ધરાવતા અને કાયદાકીય જાણકારી ન ધરાવતા ખેડૂતો આવુ પ્રમાણપત્ર મેળવવા માટે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. તે અંગે અનેક અસરગ્રસ્ત ખેડૂતોએ મહુવા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીમાં તેઓની વેદના રજુ કરી હતી. આ રજુઆત અન્વયે આવા ખેડૂતોને પ્રમાણપત્ર મેળવવા માટે સરળતા રહે તે માટે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવી જરૂરી જણાતી હોય અસરગ્રસ્ત ખેડૂતોએ પ્રમાણીત નકલો સાથેના આધારપુરાવા સાથે મહુવા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની ઓફિસમાં પ્રમુખને પહોંચતા કરવા જણવાયુ છે. 

Gujarat