Get The App

મોરચંદ-વાળુકડ ગામે ગુજરાત પોષણ અભિયાન કાર્યક્રમ યોજાયો

- બાળકોની ઉંચાઈ વધતી નથી તેનું મુખ્ય કારણ કુપોષણ છે

- પાલક દાતાઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરાયું

Updated: Feb 4th, 2020

GS TEAM

Google News
Google News
મોરચંદ-વાળુકડ ગામે ગુજરાત પોષણ અભિયાન કાર્યક્રમ યોજાયો 1 - image


ભાવનગર, 4  ફેબ્રુઆરી 2020 મંગળવાર

ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦-૨૨ ભાવનગર જીલ્લાના ઘોઘા ઘટકનના ઘોઘા તથા મોરચંદ અને વાળુકડ ગામે ભાવનગર જીલ્લાના (પ્રભારી સચિવ) આઈએએસ અંજુ શર્મા (અગ્ર સચિવ શિક્ષણ વિભાગ)ના અધ્યક્ષ સ્થાને ગુજરાત સરકારના પોષણ અભિયાન ૨૦૨૦-૨૦૨૨ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જીલ્લા કલેકટર તથા વરુણ કુમાર બરનવાલ જીલ્લા વિકાસ અધિકારી તથા જીલ્લા પંચાયતના સભ્ય, ગામના અગ્રણીઓ તથા ગ્રામજનો બહોળી સંખ્યામાં જોડાયા હતા.

આ કાર્યક્રમની શરૂઆત પહેલા ઘોઘા મોરચંદ અને વાળુકડ ગામની એક એક આંગણવાડીની રૂબરૂ મુલાકાત લીધી હતી. જેમાં આંગણવાડીની સ્વચ્છતા, બાળકોની સ્વચ્છતા તથા બાળકો દ્દવારા કરવામાં આવતી પૂર્વ પ્રાથમિક પ્રવૃત્તિ નિહાળી હતી. ત્યારબાદ ઘોઘાની કુમારા શાળામાં આવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત પાલક દાતાઓનું પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. તથા વાનગી નીદર્શનમા વિજેતા થયેલા કાર્યકરોને તેમજ બાળ તંદુરસ્તી હરીપાઈના બાળકોને પ્રોત્સાહિત કરાયા હતા તથા જીલ્લા કલેકટર જીલ્લા વિકાસ અધિકારી દ્વારા ૬ માસથી ૯ માસ સુધીના નાના બાળકોને ઉપરી આહાર આપી અન્ના પ્રસાશનની વિધિ કરવામાં આવી હતી.

આ ઉપરાંત ભાવનગર જીલ્લાના (પ્રભારી સચિવ) જણાવ્યા પ્રમાણે બાળકોની ઉંમર વધે તે પ્રમાણે બાળકોનો વજન અને ઉંચાઈ પણ વધવી જોઈએ પણ અમુક ઉંમરમાં બાળકોનું વજન જ વધતું હોય છે પણ ઉંચાઈ વધતી નથી એનું મુખ્ય કારણ કુપોષણ છે આ કુપોષણને કઈ રીતે દુર કરવું એ માટે ગુજરાતના મુખ્યમંત્રી, મંત્રીઓ અને અધિકારીઓ સતત પ્રયત્નશીલ છે આ ઉપરાંત બાળકોને પુરતું પોષણ મળી રહે તે માટેદાતાઓને પણ આહવાન કરવામાં આવેલ હતું.

Tags :