ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 960 કેસ, 19ના મોત, 1061 દર્દીઓ સ્વસ્થ થયાં
અમદાવાદ, તા 18 જુલાઈ 2020, શુક્રવાર
ગુજરાતમાં કોરોનાની સંક્રમણ યથાવત્ છે. દરરોજ નોંધાતા પોઝિટિવ કેસનો આંકડો દરરોજ નવા રેકોર્ડ બનાવે છે. આજે કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો 900ને પાર રહ્યો. જ્યારે 1 હજારથી વધારે દર્દીઓ સ્વસ્થ થયાં છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં નોંધાતા કેસોની આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 960 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે અને 19 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કુલ 2,127 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 47,476 થઈ છે. તેમજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1061 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયાં છે.
આજે નોંધાયેલા કુલ 960 કેસમાંથી અમદાવાદમાં 199, સુરતમાં 268, વડોદરામાં 78, રાજકોટ 57 પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 34,004 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 2,127 થયો છે.
જિલ્લાઓમાં નોંધાયેલા કેસોની વિગત