Get The App

રાજ્યમાં મહાનગરોથી લઈ ગ્રામ્ય પંથક સુધી ફેલાયો કોરોના, આજનો આંકડો 900 પાર

Updated: Jul 13th, 2020

GS TEAM

Google News
Google News
રાજ્યમાં મહાનગરોથી લઈ ગ્રામ્ય પંથક સુધી ફેલાયો કોરોના, આજનો આંકડો 900 પાર 1 - image

અમદાવાદ, 13 જુલાઈ 2020, સોમવાર

રાજ્યમાં હવે મહાનગરોથી લઈને ગ્રામ્ય પંથક સુધી કોરોના ફેલાઈ ચુક્યો છે. અનલોક બાદ ધીરે-ધીરે હવે ગામડાંઓમાં પણ કોરોનાના કેસ સામે આવી રહ્યાં છે. રાજ્યમાં કોરોનાના આંકડાઓ દરરોજ નવા રેકોર્ડ બનાવે છે. આજે છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કોરોના કેસનો આંકડો 900 પાર રહ્યો છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 902 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે અને 10 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કુલ 2057 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 42,808 થઈ છે. તેમજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 608 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયાં છે.

કોરોનાના સંક્રમણ સુરતમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. આજે નોંધાયેલા કુલ 902 કેસમાંથી સુરત કોર્પોરેશન એરિયામાં 207 અને જિલ્લામાં 80 કેસ, અમદાવાદ કોર્પોરેશન એરિયામાં 152 અને જિલ્લામાં 12 કેસ, વડોદરા કોર્પોરેશન એરિયામાં 61 અને જિલ્લામાં 13 કેસ, ભાવનગર કોર્પોરેશન એરિયામાં 24 અને જિલ્લામાં 16 કેસ નોંધાયા છે.

રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 74 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 10,871 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 29,806 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 2057 થયો છે.

સુરતની સ્થિતિ

સુરતની સ્થિતિ ચિંતાજનક બની રહી છે. આજે સુરત કોર્પેશન વિસ્તારમાં 207 અને જિલ્લામાં 80 કેસ સાથે કુલ 287 નવા કોરોનાના કેસ નોંધાયા છે. સુરતમાં આજે 186 દર્દીઓ સ્વસ્થ થયા છે. જ્યારે 5 દર્દીઓના મોત થયાં છે. સુરતમાં કોરોનાનો કુલ આંકડો 8,115 પર પહોંચ્યો છે. કુલ સ્વસ્થ થયેલા દર્દીનો આંકડો 5,068 પર પહોંચ્યો છે અને કુલ મૃતકઆંક 220 થયો છે.

અમદાવાદની સ્થિતિ

અમદાવાદની કોરોનાની સ્થિતિ પર નજર નાખીએ તો અમદાવાદ કોર્પોરેશન એરિયામાં 152 અને જિલ્લામાં 12 કેસ સાથે કુલ 164 કેસ નોંધાયા છે. આજે અમદાવાદમાં 151 દર્દીઓ સ્વસ્થ થયાં છે અને 3ના મોત થયાં છે. અમદાવાદમાં કુલ કેસનો આંકડો 23,259 થયો છે. કુલ 17,943 દર્દીઓ સ્વસ્થ થયાં છે. હાલ 3792 એક્ટિવ કેસ છે અને કુલ મૃતકઆંક 1524 થયો છે.

જિલ્લાઓમાં નોંધાયેલા કેસોની વિગત

અમદાવાદ164
સુરત287
વડોદરા74
ગાંધીનગર25
ભાવનગર40
બનાસકાંઠા12
આણંદ9
રાજકોટ34
અરવલ્લી3
મહેસાણા12
પંચમહાલ3
બોટાદ2
મહીસાગર5
ખેડા19
પાટણ10
જામનગર13
ભરૂચ15
સાબરકાંઠા7
દાહોદ16
છોટા ઉદેપુર3
કચ્છ7
વલસાડ8
નવસારી19
જૂનાગઢ46
પોરબંદર4
સુરેન્દ્રનગર26
મોરબી9
તાપી1
અમરેલી29
કુલ902


Tags :