For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

લોકરક્ષકની શારીરિક કસોટી માટે ઉમેદવારોને માર્ગદર્શન પૂરૂ પડાશે

Updated: Nov 23rd, 2021


- ગ્રાઉન્ડ પર તૈયારી માટે નોંધણીની કાર્યવાહી શરૂ કરાઈ

- ભાવનગર રેન્જ પોલીસે તમામ ઉમેદવારો માટે વિનામૂલ્યે જરૂરી સુવિધા ઉપલબ્ધ કરાવી

ભાવનગર : આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાત પોલીસ દળમાં વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓમાં સીધી ભરતીથી હથિયારી, બિન હથિયારી પોલીસ લોકરક્ષક તથા SRPF કોન્સ્ટેબલ સંવર્ગની ખાલી જગ્યાઓની ભરતી યોજાનાર છે. આ ભરતીમાં ભાગ લેવા માટે ભાવનગર રેન્જમાં શારીરિક કસોટીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે જરૂરી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે. 

ભાવનગર રેન્જ પોલીસ વિભાગ દ્વારા ઉમેદવારોને સંપૂર્ણ માર્ગદર્શન પુરુ પાડવામાં આવશે તેમજ શારીરિક કસોટીની પૂર્વ તૈયારીના ભાગરૂપે ભાવનગર નવાપરા પોલીસ હેડ ક્વાર્ટર, ભાવનગર યુનિવસટી ગ્રાઉન્ડ, તળાજાના રામપરા રોડ, તળપદા કોળી જ્ઞાાતિની વાડી, મહુવા બંદર રોડ મારૂતિ શો-રૂમની સામે, સોનગઢ ગૂરૂકુળ, અમરેલી સમર્થ વ્યાયામ મંદિર, લાઠી પોલીસ લાઇન ગ્રાઉન્ડ, બાબરા કમળશી હાઇસ્કુલ ગ્રાઉન્ડ,  કે.કે.પારેખ હાઇસ્કૂલ સાવરકુંડલા, નોબલ વર્ડ્ સ્કૂલ રાજુલા, નવરચના ઇગ્લિંશ મીડિયમ સ્કૂલ-જાફરાબાદ, બોટાદ પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ખસ રોડ, એમ.ડી. સ્કૂલ-પાળિયાદ રોડ. બોટાદ, વડોદરીયા સુ.ઝ. હાઇસ્કૂલ પાળિયાદ, ઝબુબા હાઇસ્કૂલ બરવાળા, અડતાળા ક્રિકેટ ગ્રાઉન્ડ ગઢડા ખાતે સવારે ૦૬ઃ૩૦ થી ૦૯-૦૦ના સમયગાળા દરમ્યાન વિનામૂલ્યે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ગ્રાઉન્ડ પર શારીરિક કસોટીની તૈયારી કરવા માટે ગ્રાઉન્ડ પર નોંધણીની કાર્યવાહી શરૂ છે. શારીરિક કસોટીની તૈયારી કરી રહેલ ી-પુરૂષ વધુ સંખ્યામાં નોંધણી કરાવી તાલીમ મેળવે તે માટે પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવે તમામ ઉમેદવારોને અનુરોધ કર્યો છે.

Gujarat