Get The App

સિહોરના વિકાસ માટે દર વર્ષે કરોડોની ગ્રાન્ટ આવે છે પણ વિકાસના નામે મીંડુ

Updated: Mar 2nd, 2024


Google NewsGoogle News
સિહોરના વિકાસ માટે દર વર્ષે કરોડોની ગ્રાન્ટ આવે છે પણ વિકાસના નામે મીંડુ 1 - image


- રોડ, પાણી જેવા પ્રા. સુવિધાના કામો માટે વર્ષોથી કકળાટ યથાવત

- જુદા જુદા હેડ પેટે ફાળવેલ ગ્રાન્ટના કામો રેકર્ડ પર અપડેઈટ પણ વાસ્તવિકતામાં કોઈ સુધારો થતો નથી

સિહોર : સિહોર નગરપાલિકામાં દર વર્ષે વિવિધ હેડ પેટે કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે અને તેનું રેકર્ડ પણ કાગળ ઉપર સારી રીતે મેન્ટેન થાય છે. બીલો ચુકવાય છે પરંતુ વાસ્તવિક સ્થિતિમાં કોઈ જ વિકાસ કામ સાથે વળગતુ નથી વર્ષો જુના રોડ પાણીના પ્રશ્નો પણ હજુ યથાવત રહેવા પામ્યા છે. 

સિહોર શહેર છોટે કાશી તરીકે સમગ્ર ગુજરાતમાં વિખ્યાત પામેલ હોય જેમાં નવનાથના નવ શિવાલયો આવેલા છે અને પાંચપીરોના બેસણા સિહોર તાલુકામાં ૮૩ ગામડાઓ આવેલા છે. જેથી કોઈપણ ગામડાના નાગરીકો નાની મોટી ખરીદીઓ કરવા માટે ફરજિયાત સિહોરમાં જ આવે છે. જેથી સિહોર નગરપાલિકામાં દર વર્ષે જુદા જુદા હેડ પેટે કરોડો રૂપિયાની ગ્રાન્ટો સરકારમાંથી ફાળવવામાં આવે છે. છતાં દરેક ગ્રાન્ટોને જાણે પગ હોય તેમ પગપેસારો થઈ જાય છે. રેકર્ડ પર કામ બતાવી કાગળો પર કરોડોનો ખર્ચ દર્શાવી બીલ ઉધારાય જાય છે. પરંતુ આજની તારીખ સુધીમાં સિહોરના નાક સમાન ગણાતા મોટાભાગના રોડ તુટેલા મસમોટા ખાડા ખડીયાવાળા બની ગયા છે. તેમજ સિહોરમાં એક દિવસ ્વો જતો નથી કે ગટર ઉભરાણી ન હોય ઘરે ઘરે નળ દ્વારા છ થી સાત દિવસે એકવાર પાણી સપ્લાય ાય છે તે પણ એકદમ ડોળું અને દુર્ગંધયુક્ત ફીલ્ટર વગરનું જે પાણી નહાવા ધોવાના ઉપયોગમાં ન આવે તેવું જેના કારણે સિહોર શહેરની એંશી હજારની વસ્તીનું આરોગ્ય જોખમાય રહ્યું છે. છતાં નાગરીકો પાસેથી વર્ષમાં સાઈઠ દિવસની સપ્લાય અપાય છે અને પાણી વેરો પુરા ૩૬૫ દિવસનો પુરો ઉઘરાવાય છે. તેમજ જ્યાં ત્યાં ગંદકીના ઉકરડાઓ પણ રોજેરોજ ઉપાડવાના બદલે પંદર પંદર દિવસે ઉપાડવામાં આવતા ગંદકી જાહેર રસ્તાઓ પર આવી જવાની આવી  ગંદકી વચ્ચેથી પસાર થવું પડે છે અને ભીમનાથ મહાદેવ અને ધારનાથ મહાદેવ મંદિર પાસે બંને ચેકડેમોમાં કાયમીક ગટરના કદડાઓથી ખદબદી રહી છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં લાઈટો પણ ઉડી ગયેલી હોય છે. લાઈટો ન બદલતા રાત પડે અંધારપટ છવાય જાય છે. સિહોર શહેરની જનતાને રજા સમયે પોતાના બાળગોપાલને લઈન ેજવા હોય તો ક્યાં જાય એકપણ બાગ બગીચો એવો નથી કે જ્યાં જઈઈને બે કલાક બેસી શકાય કે ફરવાલાયક સ્થળ નથી. આ છે સિહોરનો વિકાસ. આમ લખલુટ ગ્રાન્ટ આવતી હોવા છતાં સ્થીતી જૈસે થે રહેતા સિહોરની જનતામાં ગંભીર રોષની લાગણી ઉઠવા પામી છે.


Google NewsGoogle News