Get The App

છકડો રીક્ષા પાણીના વહેણમાં તણાઇ જતા 5 વ્યકિત ફંગોળાયા

- ફાયર બિગ્રેડના જવાનોએ ઉગારી લીધા

Updated: Sep 1st, 2020

GS TEAM

Google News
Google News
છકડો રીક્ષા પાણીના વહેણમાં તણાઇ જતા 5 વ્યકિત ફંગોળાયા 1 - image


- ગોંડલના વોરા કોટડા રોડ ઉપર જોખમી કોઝ-વે; સેવાળને કારણે એક મહિનાથી લપસી જતા લોકો

ગોંડલ, તા.  1 સપ્ટેમ્બર 2020, મંગળવાર


અહીંના વોરકોટડા રોડ ઉપર પસાર થઇ રહેલી છકડો રીક્ષા એકાએક પાણીના વહેણમાં તણાઇ જતાં પાંચ વ્યક્તિઓ પાણીમાં ફંગોળાયા હતા. જેને ફાયર બ્રિગેડના જવાનોએ બચાવી લીધા હતા. 

ગોંડલ વોરાકોટડા રોડ પર નદી ઉપર આવેલ જોખમી બનેલાં કોઝવે પરથી પસાર થઇ રહેલ છકડો રીક્ષા પાણીનાં વહેણમાં તણાઇ નદી માં ખાબકતાં રિક્ષા માં બેઠેલાં પાંચ વ્યક્તિઓ પાણી માં ફંગોળાયા હતાં. સદ્દનસીબે  આ વેળા ગણેશ વિસર્જન ની ફરજ માં રહેલાં ગોંડલ ફાયર બ્રિગેડ નાં જવાનોએ દોડી જઇ પાણીમાં રહેલાં પાંચે'ય વ્યક્તિઓ ને બચાવી લીધાં હતાં બાદમાં રેસ્ક્યૂ કરી રિક્ષા બહાર કાઢી હતી.

વોરાકોટડા નદી માં આજે ગણપતિ વિસર્જન હોય સવાર થીજ ફાયર સ્ટાફ તથાં પોલીસ હાજર હોય રિક્ષા તણાઇ ત્યારે તાકીદ ની મદદ મળી રહી હતી.નદી પરનાં આ કોઝવે પરથી છેલ્લા એક માસથી પાણી વહ્યાં હોય સેવાળ ને કારણે વાહનો અને માણસો લપસી નદીમાં ખાબકતાં હોવાની ઘટનાં રોજીંદા બની રહી છે. અહીં તંત્ર દ્વારા સલામતી અંગે કોઈ વ્યવસ્થાનાં હોય જાનહાનીનો ભય તોળાઈ રહ્યો છે.

Tags :