Get The App

મૌલાના સહિત પાંચ શખ્સે કર્મી.ને ટાંટિયા ભાંગી નાંખવા ધમકી આપી

Updated: May 28th, 2023

GS TEAM


Google News
Google News
મૌલાના સહિત પાંચ શખ્સે કર્મી.ને ટાંટિયા ભાંગી નાંખવા ધમકી આપી 1 - image


સોનાવાલા હોસ્પિટલમાં બનેલો બનાવ

ફ્રૂટ વિતરણ કરવા આવેલા શખ્સોને ડિલિવરી વોર્ડમાંથી બહાર નીકળી જવાનું કહેતા ધક્કે ચડાવી જ્ઞાાતિ વિશે અપમાનિત શબ્દો કહ્યાં

બોટાદ: બોટાદની સોનાવાલા હોસ્પિટલમાં ધારાસભ્યના જન્મદિવસ નિમિત્તે ફ્રૂટ વિતરણ કરવા આવેલા મૌલાના સહિતના ચાર શખ્સે હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ બેઈઝ પર કામ કરતા કર્મચારીને ધક્કે ચડાવી ટાંટિયા ભાંગવા અને નોકરીમાંથી હકાલપટ્ટી કરાવી દેવાની ધમકી આપી જ્ઞાાતિ વિશે હડધૂત કરતા શબ્દ કહ્યા હતા.

બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર બોટાદના ધારાસભ્યનો જન્મદિવસ હોવાથી ગઈકાલે રાત્રિના સમયે સોનાવાલા હોસ્પિટલમાં આવેલ ડિલિવરી વોર્ડમાં કેટલાક શખ્સો પુરૂષોને પ્રવેશબંધી હોવા છતાં ફ્રૂટ વિતરણ કરવા આવ્યા હતા. જેથી હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ બેઈઝ પર રહેલ વર્ગ-૪ના કર્મચારી સાગરભાઈ ઉર્ફે મેંદો કલ્યાણભાઈ વાઘેલા (ઉ.વ.૩૬)એ બહાર નીકળી જવાનું કહેતા તે વાતને લઈ મૌલાના શૌકતઅલીએ આઈકાર્ટ ખેંચી યે તો ક્લાસ ફોરર કા કર્મચારી હૈ તેમ કહીં જ્ઞાાતિ વિશે અપમાનિત કરતા શબ્દો કહી તને નોકરીમાંથી કઢાવી નાંખીશું તેવી ધમકી આપ્યા બાદ અન્ય એક દાઢીવાળા શખ્સ કે જેણે સફેદ ટોપી પહેરી હતી. તેણે અને બીજા ત્રણ અજાણ્યા માણસોએ જ્ઞાાતિ વિશે હડધૂત કરતા શબ્દો બોલી ધક્કા મારી નોકરીએથી કાઢવાની નાંખવા અને ટાંટિયા ભાંગી નાંખવા ધમકી આપી હતી. આ બનાવ અંગે સાગરભાઈ ઉર્ફે મેંદો વાઘેલાએ મૌલાના શૌકતઅલી અને અન્ય ચાર અજાણ્યા શખ્સ સામે બોટાદ પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૫૦૬ (ર), ૧૧૪ અને એટ્રોસિટી એક્ટની જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :