ગોંડલ: દેરડી(કુંભાજી) ગામે ઝુપડટ્ટીમાં આગ
ગોંડલ, તા. 24 જુન 2020, બુધવાર
ગોંડલ તાલુકાના દેરડી (કુંભાજી) ગામમાં આજે ઝુંપડપટ્ટીમાં આગ ભભૂકી ઊઠતા ભારે દોડધામ મચી ગઈ હતી. સદભાગ્યે કોઈ જાન હાનિ થવા પામી નહોતી. આગ લાગ્યાની આ ઘટનામાં એકાદ ડઝન ઝૂંપડાં લપેટમાં આવી ગયાં હતાં. જેમાં ઘરવખરી બળી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું.
મજૂરી કામે ગયા હતા એ દરમ્યાન એમનાં ઝૂંપડામાં અગમ્ય કારણોસર લાગ લાગવાની આ ઘટના બની હતી. ગ્રામજનોએ પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો ધર્યા હોવાનું પણ જાણવા મળ્યું હતું.