પીઠડિયા ટોલનાકાએ સ્થાનિકોનાં ટોલમાં વધારો કરી ૨૫ કરી નાંખતા ઉગ્ર વિરોધ
ટોલનાકે લોકલ ચાર્જનો દોઢ ગણો વધારો ઝીંકાતા ભારે રોષ
તાત્કાલિક અસરથી ભાવ વધારો રદ કરવા ડાંઇગ એન્ડ પ્રિન્ટિંગ એસો. તેમજ ચેમ્બર ર્ દ્વારા લેખિત રજૂઆત
જેતપુરથી રાજકોટ વચ્ચે સીકસ રોડ બનાવવાનું કામ ચાલુ
છે.અહી ઠેરઠેર રોડ ખોદીને નવો બનાવતા વાહન
ચાલકોને સિંગલ પટ્ટીના રોડ પર જ ચાલવું પડે છે. એટલે હાલ ૪ લેન રોડ હયાત નથી ૬ લેન
રોડ બન્યો નથી ત્યારે ટોલ ટેક્ષ જ વસુલવો ન જોઇએ.ત્રણ વર્ષ પૂર્વે કેન્દ્રીય
પરિવહન મંત્રીએ ૬૦ કિમીના અંતરમાં બે ટોલ પ્લાઝા હશે તો નાબૂદ કરાશે તેવું નિવેદન
આપેલ હતું .પીઠડીયાથી ભરૃડી બે ટોલ પ્લાઝા વચ્ચે તો ૩૬ કિમીનું જ અંતર છે જેથી
પીઠડીયા ટોલ પ્લાઝા ગેરકાયદેસર જ કહેવાય એટલે તે રદ થવું જોઈએ તેને બદલે ટોલ
પ્લાઝાએ ટોલ ચાર્જના ભાવમાં વધારો કર્યો છે.
આ બાબતે ડાંઇગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના હોદ્દેદારો તેમજ જેતપુર ચેમ્બરના હોદ્દેદારો પીઠડીયા ટોલ પ્લાઝા ખાતે એજન્સીના સંચાલક મેનેજરને લેખિતમાં અરજી આપીને જણાવ્યું હતું કે જેતપુર શહેર તથા તાલુકાનાં તમામ વાહનોને સ્થાનિક ગણવા માટે આર.ટી.ઓ. રજીસ્ટ્રેશન ના આધાર પુરાવાઓ મંગાવવામાં આવે છે. આ પ્રથા નબુદ કરવા માટે માંગણી કરી છે.તદ ઉપરાંત પીઠડીયા ટોલ પ્લાઝાએ જેતપુર શહેર તથા તાલુકાનાં વાહન ધારકોને સ્થાનિક ગણી રૃા. ૧૦ વસુલ કરવામાં આવે તેમજ સીકસ લેન રોડ પુર્ણ થાય ત્યાં સુધી ટોલ ટેક્ષ મુલતવી રાખવાની માંગણી કરી હતી લેખિતમાં અરજી આપી અને ૨૪ કલાકમાં આ ચાર્જમાં કરેલ ઘટાડો મુલતવી રાખવામાં આવે તેવું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું .અન્યથા આગામી સમયમાં ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની જરૃર જણાવશે તો એ પણ કરવામાં આવશે.