Get The App

ભાવનગરમાં જાલીનોટ કૌભાંડનો પર્દાફાશ, ત્રણ શખસની ધરપકડ

- વહેલી સવારે સિદસર રોડ પર ડુપ્લીકેટ કરન્સીનો વહીવટ કરવા ભેગા થયા'તા

- 500 અને 2000ના દરની રૂ.1.79 લાખની જાલીનોટ મળી આવી, આર.આર.સેલ અને પેરોલ ફર્લો સ્કવોડે ઓપરેશન પાર પાડયું

Updated: Oct 20th, 2019

GS TEAM

Google News
Google News
ભાવનગરમાં જાલીનોટ કૌભાંડનો પર્દાફાશ, ત્રણ શખસની ધરપકડ 1 - image


ભાવનગર, તા. 20 ઓક્ટોબર 2019,રવિવાર

દિવાળીના તહેવારોમાં બજારની અંદર ડુપ્લીકેટ નોટો ફરતી કરવાના કૌભાંડને ભાવનગર પોલીસે બેનકાબ કરી પોણા બે લાખથી વધુની જાલીનોટ સાથે ત્રણ શખસને દબોચી લીધા હતા. વહેલી સવારના સમયે ત્રણ શખસ સિદસર રોડ પર ડુપ્લીકેટ કરન્સીનો વહીવટ કરવા ભેગા ત્યારે જ આર.આર.સેલ અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ત્રાટકી જાલીનોટ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.

ચકચાર મચાવનારી ઘટના અંગે મળતી વિગત અનુસાર દેશના અંર્થતંત્રને ખોખલું કરવાના મલિન ઉરાદા અને ટૂંકાગાળામાં લખપતી બનવા માટે કેટલાક શખસો ભારતીય ચલણી નોટોને છાપી બજારમાં ફરતી કરવાની ફિરાકમાં હોવાની મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાવનગર આર.આર. સેલ અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે વહેલી સવારે શહેરના સિદસર રોડ પર વોચ રાખી હતી. 

દરમિયાનમાં ૩-૪૫ કલાકના અરસામાં વિજયગિરિ હંસગિરિ ગોસ્વામી (ઉ.વ.૨૫, રહે, શિક્ષક સોસાયટી, મફતનગર, માલધારી સોસાયટીની સામે, ભરતનગર), મેહુલ રમેશભાઈ હીરાણી (ઉ.વ.૨૧, રહે, પ્લોટ નં.૬૯, વાળંદ સોસાયટી, કૈલાસ આશ્રમ સામે, સિદસર રોડ) અને કિશોર મેઘજીભાઈ ઈટાલિયા (ઉ.વ.૪૨, રહે, પ્લોટ નં.બી/૨૫૮૫, અક્ષરધામ સોસાયટી, મુળ નાગધણીબા ગામ) નામના શખસો હોટલ આરાધના નજીક, શિવશક્તિ લક્કિ એવન્યુ પાસે જાલીનોટનો વહીવટ કરવા એકત્રિત થતાં પોલીસે દોડી જઈ ત્રણેય શખસને ઝડપી લઈ તલાશી લેતા રૂ.૨૦૦૦ના દરની ૪૦ અને રૂ.૫૦૦ના દરની ૧૯૯ મળી કુલ રૂ.૧,૭૯,૫૦૦ની ડુપ્લીકેટ નોટ મળી આવી હતી. જે જાલીનોટ તેમજ મોટરસાઈકલ, મોબાઈલ ફોન અને રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી ત્રણેયને ભરતનગર પોલીસને સોંપી દીધા હતા. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જાલીનોટમાં ભાવનગરનો ભૂતકાળ ભુંડો
ભાવનગરમાં જાલીનોટ પકડાયાનો આ પ્રથમ કિસ્સો નથી. ભૂતકાળમાં પણ કેટલીય વખત ભાવનગર ડુપ્લીકેટ કરન્સી છાપવામાં ખરડાયેલું છે. ગુનાહિત માનસ ધરાવતા તત્ત્વો ટૂંકાગાળામાં લખપતી-કરોડપતિ બનવા માટે દેશના અર્થતંત્ર સાથે ખિલવાડ કરતા રહ્યા છે. ત્યારે દિવાળી પહેલા જ પોણા બે લાખથી વધુની બનાવટી નોટ મળી આવતા વેપારીઓ પણ ૫૦૦ કે ૨૦૦૦ના દરની નોટ લેવામાં ચોક્કસાઈ વર્તી રહ્યા છે.

એફએસએલમાં નોટોનું પરિક્ષણ થયું
સિદસર રોડ પરથી ત્રણ શખસ રૂ.૧,૭૯,૫૦૦ની ચલણી નોટ સાથે ઝડપાયા બાદ પોલીસે આ નોટ બનાવટી છે કે કેમ ? તેની તપાસ કરવા નોટોને એફએસએલમાં મોકલી હતી. જ્યાં એફએસએલ અધિકારીએ પરિક્ષણ કરતા તમામ ચલણી નોટ જાલી હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ પોલીસે ત્રણેય સામે ધોરણસરની કાનૂની કાર્યવાહી કરી હતી.

Tags :