ભાવનગર: વીજ ગ્રાહકો લાઈટબીલ ઓનલાઈન ભરી શકશે
ભાવનગર, તા. 07 ઓગસ્ટ 2019, બુધવાર
PGVCL દ્વારા કેસલેશ સુવિધાને પ્રોત્સાહન આપવા માટે વીજબીલ ઓનલાઈન અને ડાયરેક્ટ ખાતામાં જમા કરાવવાની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. જે અંગે ગ્રાહકોને જાણકારી આપવા કેમ્પનું આયોજન કરાયું હતું. PGVCLના સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ વીજ ગ્રાહકોને બીલ ભરવા માટે લાંબી કતારોમાં ઉભું રહેવું પડતું હતું. જેમાંથી લોકોના સમયનો વ્યય થતાં હોય, વીજ કંપની દ્વારા કેશલેસ અને ઓનલાઈન બીલ પેમેન્ટ કરી શકે તે માટે વીજ ગ્રાહકો હવે તેમની બેન્કના વેબ પોર્ટલ પર જઈ બીલનું ચુકવણું કરી શકશે.
આ ઉપરાંત ઈલેકટ્રોનિક ક્લિયરીંગ સિસ્ટ (ઈસીએસ)નું પેટા વિભાગ કચેરીમાં રજિસ્ટ્રેશન, PGVCLના બેન્ક ખાતામાં બીલનું સીધું ભરણું કરી શકાશે. તેમજ બેન્ક ખાતામાં પીજીવીસીએલને બીલર તરીકે એડ કરી એટીએમ મારફત અને અન્ય મોબાઈલ પેમેન્ટ એપ મારફત વીજ બીલ ભરી શકશે. આ અંગે ગ્રાહકોમાં જાગૃતતા આવે તે માટે અધિક્ષક ઈજનેર રાઠોડ સહિતના અધિકારીઓએ બુધવારે શહેરના ઘોઘાગેટ, રૃપાણી ઓફિસ, સિહોર એસ.ટી. સ્ટેન્ડ, મહુવા વાસીતળાવ સહિતના પાંચેય ડિવિઝનમાં કેમ્પ યોજી જાણકારી આપી હતી.