For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આર્થિક સંકડામણને કારણે કંટાળી યુવાને ગળાફાંસો ખાઈ જીવ દીધો

Updated: May 25th, 2023

Article Content Image

ધારીના સરસીયા રોડ વિસ્તારનો બનાવ

કાનનું ઓપરેશન કરાવવાનું હોવાથી મનમાં લાગી આવતા ઓળિયા ગામે તરૃણીનો આપઘાત

અમરેલી :  ધારી શહેરમાં આવેલ સરસીયા રોડ વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા એક ૩૦ વર્ષીય યુવકએ આર્થિક સંકડામણને કારણે મનમાં લાગી આવતા તેણે ગળે ફાંસી ખાઈ આપઘાત કરી લીધો હતો. સાવરકુંડલા તાલુકાના ઓળીયા ગામે રહેતી એક ૧૫ વર્ષની કિશોરીએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.

ધારી શહેરમાં આવેલ સરસીયા રોડ વિસ્તારમાં રહેતા શક્તિભાઈ દલાજી ઝવેરી (ઉ.વ.૩૦) મજૂરી કામ કરી જીવન ગુજારી રહ્યા હતાં. થોડા દિવસ પહેલા મજૂરી કામ દરમિયાન પથ્થર પગ પર પડવાને કારણે પ્લાસ્ટિકનો પાટો આવેલ હતો. જેથી મજૂરી કામ થઈ શક્તું ન હતું. જેને કારણે પોતાનું ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું હતું. આર્થિક સંકડામણને કારણે મનમાં લાગી આવતા પોતે પોતાની મેળે પંખા સાથે સાડી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે ધારી પોલીસ મથક ખાતે રમણીકભાી દીનાજીભાઈ ઝવેરી ઉ.વ.૫૨ દ્વારા પોતાના ભત્રીજા સાથે બનેલ ઘટનાને લઈને જાણ કરતા પોલીસે વધુ તપાસ શરૃ કરી હતી.

ઓળીયા ગામે રહેતી દીપુબેન મંગળશીભાઈ બગડા ઉવ..૧૫ ને છેલ્લા એક વર્ષથી કાનના બંને પડદાની બીમારી હોય જેને લઈને દવા ચાલુ હતી. પરંતુ થોડા સમય પછી કાનનું ઓપરેશન કરવાનું હોય જે મનમાં લાગી આવતા પોતાની મેળે ઝેરી દવા પી જતા સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું. આ બનાવને પગલે તેના પિતા મગંળશીભાઈ ભીખાભાઈ બગડા દ્વારા સાવરકુંડલા રૃરલ પોલીસ મથક ખાતે જાણ કરતા પોલીસે વધુ કાર્યવાહી શરૃ કરી હતી.

Gujarat