Get The App

અતિભારે વરસાદની સંભાવના વચ્ચે જિલ્લા વહીવટી તંત્રની લોકોને તાકીદ

Updated: Nov 5th, 2019

GS TEAM

Google News
Google News
અતિભારે વરસાદની સંભાવના વચ્ચે જિલ્લા વહીવટી તંત્રની લોકોને તાકીદ 1 - image

ભાવનગર, તા. 05 નવેમ્બર 2019, મંગળવાર

હવામાન વિભાગ દ્વારા તા. 6 અને 7 દરમ્યાન દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર વિસ્તારમા મહત્તમ અસર થવાની સાથે આ દિવસોમા 100 થી 120 કિ.મી.ની ઝડપે પવન ફુકાવાની સાથે ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના હોવાની આગાહી કરવામા આવી છે. તેથી કેટલાક તકેદારીના પગલા અંગે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા મહત્વની જરૂરી જાણકારી આપવામા આવી છે.

વાવાઝોડા પહેલા શું કરવું?

આગાહી માટે રેડીયો, ટી.વી. સમાચારો, જાહેરાતોના સંપર્કમા રહેવુ, માછીમારોએ દરીયામા જવુ નહી, સલામત સ્થળે બોટને લાંગરવી, દરીયાકાંઠાના અગરીયાઓએ સલામત સ્થળે ખસી જવુ, ઘરના બારી બારણા અને છાપરાનુ મજબુતીકરણ કરવુ, ફાનસ, ટોર્ચ, ખાવાની વસ્તુઓ, પાણી, કપડા, રેડીયો જેવી તાત્કાલીક જરૂરીયાતની વસ્તુઓ ભેગી કરવી તૈયાર રાખવી, જરૂરી અને કિંમતી સામાન પ્લાસ્ટીકમા પેક કરી શક્ય હોય તો ઉપરના માળે ખસેડી લેવો, વાહનો ચાલી શકે તેવી સ્થિતિમા રાખવા, જો જોખમી વિસ્તારમા રહેતા હો તો વાવાઝોડાની પ્રથમ આગાહી સમયે જ જરૂર જણાયે સલામત સ્થળે ખસી જવુ, પ્રાણીઓને સલામત સ્થળે લઈ જવા, અફવા ફેલાવશો નહીં, શાંત રહો, ગભરાટ કરશો નહી, સ્થાનિક અધિકારીઓના સતત સંપર્કમાં રહેવા પ્રયત્ન કરો.

વાવાઝોડા દરમિયાન શું કરવું?

ઝાડ કે થાંભલાઓ પાસે ઉભા ન રહેવુ, ઘરની બહાર નિકળવુ નહી, વિજ પ્રવાહ તથા ગેસ કનેક્શન બંધ કરી દેવા, ધરના તમામ બારી બારણા બંધ કરી દેવા, ટેલીફોન દ્વારા શક્ય હોય તો કંટ્રોલરૂમ માંથી સાચી માહિતી મેળવવી અને અફવાઓથી દૂર રહેવુ.

વાવાઝોડા બાદ શું કરવું?

સુચના મળ્યા પછી જ બહાર નીકળવુ, અજાણ્યા પાણીમાંથી પસાર થવુ નહી, ઈજા પામેલાઓને પ્રાથમિક સારવાર આપી દવાખાને ખસેડવા, કાટમાળમા ફસાયેલાઓનો તાત્કાલીક બચાવ કરો, ખુલ્લા-છુટા પડેલા વાયરોને અડકવુ નહી, ભયજનક-અતિ નુકશાન પામેલ મકાનને તાત્કાલીક ઉતારી લેવા, ક્લોરીનયુક્ત પીવાના પાણીનો ઉપયોગ કરવો, ગંદા ભરાયેલા પાણીમા દવાનો છંટકાવ કરવો.
Tags :