Get The App

સિહોરમાં આઠ દિવસે પાણી વિતરણ, તે પણ લો પ્રેશરથી !

Updated: Oct 5th, 2018

GS TEAM


Google News
Google News
સિહોરમાં  આઠ દિવસે પાણી વિતરણ, તે પણ લો પ્રેશરથી ! 1 - image

સિહોર, તા. 05 ઓક્ટોબર 2018, શુક્રવાર

સિહોર શહેરના વોર્ડ નં.૪માં પાણીના પ્રેશરનો પ્રશ્ન જટીલ છે. આઠથી દસ દિવસે લોકોને પાણી મળતું હોય વિસ્તારમાં દેકારો મચી જવા પામે છે. વિવિધ કોમ્પલેક્સમાં વરસાદી પાણીના નિકાલનો પ્રશ્ન પણ જટીલ બનેલ છે. ત્યારે વોર્ડ નં.૪ના પ્રશ્નોનું નિરાકરણ લાવવા ચિફ ઓફિસરને રજૂઆત કરાઇ છે.

સિહોર નગરપાલિકામાં કરોડો રૃપિયાની ગ્રાંટ આવતી હોય પરંતુ અંધેર વહીવટના લીધે ગ્રાંટનો ઉપયોગ ચોક્કસ દિશામાં થતો ન હોય સિહોરની આમ જનતા સ્થાનિક પ્રશ્નોને લઇને પીસાઇ રહી છે. જેમાં 11 કરોડ રૃપિયા જેવી માતબર રકમ સિહોરની સમગ્ર પાણીની પાઇપ લાઇન બદલી લોકોને પ્રેશરથી પાણી મળી શકે તેવા આશયથી આ રકમ ફાળવવામાં આવેલ પરંતુ સત્તાધિશોના ગેરવહીવટ અને ભ્રષ્ટાચારને કારણે આ લાઇન આડેધડ પાથરી દઇ અને ગેરવહીવટ કરેલ હોય જેને લઇ આજદિન સુધી સિહોરની જનતાએ આ લાઇનમાંથી એકપણ ટીપું પાણી લોકોને મળેલ નથી. ત્યારે વોર્ડ નં. 4માં જાગૃતિ કલર લેબ પાછળનો વિસ્તાર કે જ્યાં પાણીના પ્રેશરનો ખૂબ મોટો પ્રશ્ન હોય હાલમાં સિહોર નગરપાલિકાના ગૌતમેશ્વર તળાવમાં ઓછા વરસાદને લઇને તળાવ ખાલીખમ હોય અને મહીપરીએજ દ્વારા પાણી સપ્લા ચાલતી હોય ત્યારે લોકોને 8 થી 10 દિવસે પાણી મળે છે.

સંજોગોવસાત કોઇ ખામી આવવાથી પાણી સપ્લાઇ રોકાઇ જાય તો બીજા એકથી બે દિવસ સપ્લાઇ લંબાઇ જાય છે. આ સંજોગોમાં જાગૃતિ કલર લેબ પાછળના વિસ્તારમાં પાણીનું પ્રેશર ધીમું હોય જેથી લોકોને જરૃરિયાત પૂરતુ પાણી મળી રહેતું નથી. અવાર નવાર રૃબરૃ રજૂઆત કરેલ છે તેમજ જનરલ સભમાં પણ આ મુદ્દે અમોએ રજૂઆત કરેલ છે. માત્ર જોઇન્ટ આપવાના બાકી રાખેલ હોય અને જેના કારણે લોકોને પાણીની હાડમારી ભોગવવી પડતી હોય ત્યારે આ બાબતે ચૂપ બેસી ન રહેવાય.

તદઉપરાંત અગાઉ સીતારામ હોલ તરીકે ઓળખાતા કોમ્પલેક્ષના દુકાન ધારકોની ફરિયાદને લઇને લેખીતમાં જાણ કરી ધાબા ઉપરનું જે પાણી પાઇપ દ્વારા સીધુ જ ગ્રાઉન્ડ ફલોર ઉપરની દુકાનોમાં ધોધ સ્વરૃપે પડતું હોય જેના કારણે દુકાનની અંદર તેમજ આવનાર ગ્રાહકને તકલીફ પડતી હોય કોમ્પલેક્ષના માલિકને સૂચના આપી વરસાદી પાણીના નિકાલ માટે ગ્રાઉન્ડ ફલોર સુધી પાણી પાઇપ લાઇન લંબાવી અને તેનો નિકાલ કરવા નોટીસ આપવા છતાં આજદિન સુધી આ પ્રશ્નનું નિરાકરણ થયેલ નથી જે અંગે ચિફ ઓફિસરને રજૂઆત કરાઇ છે.
Tags :