Get The App

ધંધુકા તેમજ ધોલેરા તાલુકામાં ભાલીયા ઘઉં અને ચણાનું ઉત્પાદન ઓછું

Updated: Apr 4th, 2023

GS TEAM


Google News
Google News
ધંધુકા તેમજ ધોલેરા તાલુકામાં ભાલીયા ઘઉં અને ચણાનું ઉત્પાદન ઓછું 1 - image


- યોગ્ય ભાવ નહિ મળતા ખેડૂતો અન્ય પાક તરફ વળ્યા

- વેપારીઓ ભાલીયા ઘઉં-ચણામાં પિયત વાળા ભેળસેળ કરી ભાલીયાનું લેબલ લગાવી આમ જનતાને ખંખેરતા હોવાની ચર્ચા

ધંધુકા : ધંધુકા અને ધોલેરા સહિતના તાલુકાઓના ભાલ પ્રદેશમાં ચાલુ સાલે ભાલીયા ઘઉં અને ચણાનું વાવેતર ઓછું થતા ઉત્પાદન ઓછું થયું છે રાજય અને દેશમાં ભાલ પ્રદેશના (દાઉદખાની) દેશી ઘઉં ચણાની મોટી માંગ રહી છે.

અમદાવાદ જિલ્લાના ભાલપ્રદેશના ભાલીયા ઘઉં અને ચણાનુ ઉત્પાદન ચાલુ ચાલે ઓછું હોવા છતાં માર્કેટમાં ભાલીયા ઘઉં ચણાના લેબલ લગાવી ઉંચા ભાવ લઈ છેતરપિંડી થતી હોવાનું બહાર આવ્યું છે પિયત કરેલ ઘઉં ૬૫૦ માં ખેડૂતો  પાસેથી મળે છે ભાલીયા ઘઉં રૂ ૧હજાર થી ૧,ર૦૦ માં મળે છે ત્યારે ભાલિયાના નામે લેબલ લગાડી વેપારીઓ કમાણી કરી રહ્યા છે બધા વેપારી આવું કરે છે તેવું લોકો કહેતા નથી પણ ઘણા આવી છેતરપિંડી કરતા હોવાનું બહાર આવ્યું છે. ગુજરાતનો એક પ્રદેશ એટલે ભાલ પ્રદેશ કે જે વિવિધ જીલ્લાના અમુક તાલુકાઓના સિમાડા અડીને આવેલા છે. જેમાં મુખ્ય ધંધુકા, ધોલેરા, ધોળકા, લીંબડી, બરવાળા,ખંભાત, બાવળા એવા તાલુકાઓનો સમુહ છે કે જયા વરસાદ આધારિત ખેતી થાય છે. જયા વર્ષોથી દાઉદખાની(દેશી) ઘઉં અને ચણાનું વાવેતર થતુ આવ્યું છે. આ ઘઉં અને ચણાની માંગ ભારતભરમાં બહુ જ રહેતી હતી. અત્યારે એવી પરિસ્થીતી ઉભી થઈ રહી છે કે તેના ભળતા નામ આપીને પિયતના ઘઉં અને ચણા લોકોને પધરાવાઈ રહ્યા છે. આ ઘઉં અને ચણા બજારમાં સસ્તા હોય છે ભાલીયા ઘઉંનું માર્કેટ જ ન હોવાથી થોડા વર્ષોમાં ભાલીયા ઘઉં લુપ્ત થતા વાર નહી લાગે, હાલમાં આ ભાલીયા ઘઉંના ભાવ યોગ્ય ન મળતા ખેડુતો જીરૂના પાક તરફ વળતા ભાલીયા ઘઉં અને ચણાના વાવેતરમાં ઘટાડો થયો છે અને ખેડૂતો અન્ય પાક લઈ રહ્યા છે.

ભાલીયા ઘઉંનો ઉતારો વીઘે 10 મણ આવે છે

ભાલના ઘઉં જે લોકો ડુપ્લીકેટ અને સસ્તા આપી જાય છે એટલે ભાલીયા ઘઉં પકવતા ખેડુતોને ઉત્પાદનના પ્રમાણમાં ખર્ચ કે સ્ટોરેજ કરવાની કે વેચાણ નહી થતા વર્ષોવર્ષ ખેડુત પણ રોકડીયા પાક તરફ ઝુકતો દેખાઈ રહ્યો છે.અને વાવેતર વિસ્તાર દિવસે દિવસે ઘટી રહ્યો છે. હવે આ વિસ્તારમાં ધાણા, જીરું, ઈસબગુલ, મેથી, કાળીજીરી, કંલોજીનુ વાવેતર વધી રહ્યુ છે. હાલમાં  નર્મદાની નહેરનું પાણી મળતા ખેડૂતો પીયતના ઘઉં કરે છે અને તેનો ઉતારો ૨૫ થી ૩૦ મણનો હોય છે. જયારે ભાલીયા ઘઉં બીનપીયતના હોવાથી તેનો ઉતારો વિઘે ૧૦ મણ આવે છે તેથી વાવેતરમાં ઘટાડો થયો છે.

Tags :