ખેતીની જમીનના 7-12 અને 8-અ માં ખેડૂતોની વિગતો અપલોડ કરવા માંગ
- ખેડૂતો અને કચેરીનો સમય ખર્ચ બચાવવા
- પ્રત્યેક સહાય મેળવતી વખતે જરૂરી આધારોની કાર્યવાહી કાયમી બની
સરકાર દ્વારા ખેડૂતો ને ખેતી ના સાધનો ઉપર, જીપ્સમ ખાતર ઉપર કે અન્ય રીતે ઘણી સબસીડી કે ખેતર માં થયેલ ધોવાણ કે પાક નુકશાન નાં વળતર ની સહાય ચૂકવાય છે. ખેડૂતોનાં હિતમાં અવારનવાર ઘણીયોજના ઓની જાહેરાતો થતી હોય છે. અને ખેડૂતોની સહાય ખેડૂતોનાં બેન્ક ખાતામાં સીધી જમા થતી હોય છે. પરંતુ જે કોઈ સરકરી સહાય કે સબસીડી મેળવવાની થાય છે તે દરેક સમયે ખેડૂતોને તેમની ખેતી ની ૭/૧૨, ૮/અ ના ઉતારા, આધારકાર્ડ, પાન નંબર, બેન્ક એકાઉન્ટ નંબર, મોબાઈલ નંબર જેવા આધારો ની નકલ કરાવવા દર વખતે ખેડૂતો ને દોડાદોડી અને ખર્ચ થતો હોય છે. ખેડૂતોને થતી દોડાદોડી, ખર્ચ અને સરકારી વહીવટી સરળતા માટે જો ખેતી ની જમીન ના ૭/૧૨, ૮/અ ના ઉતારામાં વધારા ની કોલમ ઉમેરી ને આધાર નંબર, પાન નંબર, બેન્ક એકાઉન્ટ નંબર અને મોબાઈલ નંબર જેવી વિગતો આપવામાં આવે તો ખેડૂતો ની તમામ માહિતી ૭/૧૨ અને ૮/અ માંથી જ મળી રહે. આ તમામ આધાર પુરાવાના રેકોર્ડ સરકાર પાસે જમા થવાથી સબસીડી કે વિવિધ સહાય ચૂકવતી વખતે ખેડૂતો પાસે આધાર પુરાવા માંગવાની જરૂર ના પડે અને તમામ ખેડૂતો ને પ્રધાન મંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાની માફક સહાય સીધી જ ખેડૂતોનાં ખાતા માં જમા થાય તેવું આયોજન કરવા રજુઆત થવા પામી છે.