Gujarat

જામનગરના મિયાત્રા ગામની જમીન પર કબજો કરનાર સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુન્હો નોંધવા માંગણી

By GS Team
1 Dec 20211 min read
This article was originally published on 1 Dec 2021
જામનગરના મિયાત્રા ગામની જમીન પર કબજો કરનાર સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુન્હો નોંધવા માંગણી

જામનગર તા. 01 ડિસેમ્બર 2021 બુધવાર

જામનગર તાલુકાના મિયાત્રા ગામના ભીખાલાલ ગાંગાભાઇ પરમાર (દલિત)ની ખેતીલાયક જમીનમાં જામનગરના મુળુભાઇ ગાગલીયાએ કબજો જમાવી દેતાં ગત તા. 14-10ના રોજ ભીખાભાઇએ જમીનમાફીયા મુળુભાઇ ગાગલીયા વિરૂદ્ધ કલેકટરને લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલી હોવા છતાં આ જમીન માફીયા વિરૂદ્ધ કોઇ કાર્યવાહી કરવામાં ન આવતાં આજે કલેકટરને જમીન માફીયા વિરૂદ્ધ તાત્કાલીક કાર્યવાહી કરવા રજુઆત કરવામાં આવી છે.

આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર અરજદાર ભીખાલાલ ગાંગાભાઇ પરમારની જમીનની આજુબાજુમાં એક ઇંચ ખેતીની જમીન મુળુભાઇ ગાગલીયાની આવેલ નથી. તેમ છતાં આ માથાભારે શખ્સે દાદાગીરી કરી તદન ગેરકાયદેસર રીતે સક્ષમ અને માથાભારે હોવાથી તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી ન કરવામાં આવતો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. અને જો આ શખ્સ વિરૂદ્ધ કોઇ કાર્યવાહી નહીં કરવામાં આવે તો આંબેડકરજીના ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.