ભાવનગર મનપામાં લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપવામાં કરાતો વિલંબ
- લગ્ન નોંધણીના પ્રમાણપત્ર 4 થી 5 દિવસે અપાતા હોવાની ફરિયાદ
- કર્મચારીઓના સગા સબંધીઓને લગ્ન નોંધણી પ્રમાણપત્ર તાત્કાલીક મળે છે, જયારે વકીલોને અન્યાય
મહાપાલિકામાં અગાઉ લગ્ન નોંધણીના પ્રમાણપત્રો વિના વિલંબે અને બને તેટલી ઝડપથી આપવામાં આવતા હતા, જેની સામે હાલમાં કોઈ અકળ કારણોસર મનપાની કચેરી દ્વારા ચારથી પાંચ દિવસે લગ્ન નોંધણીના પ્રમાણપત્રો આપવામાં આવે છે. કર્મચારીઓના સગા સબંધીઓને તાત્કાલીક લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપવામાં આવે છે. આ કાર્યવાહી બરોબર નથી. લગ્ન નોંધણીના પ્રમાણપત્રમાં વિલંબ થતા ભાવનગરના આ ફીલ્ટમાં પ્રેકટીસ કરતા વકીલઓને અસર થતી હોય છે. અગાઉની જેમ જેમ પ્રમાણપત્રો તૈયાર થતા જોય તેમ વિના વિલંબે અને ઝડપથી આપવા જરૂરી છે.
લગ્ના નોંધણીના પ્રમાણપત્ર આપવામાં વકીલો સાથે ભેદભાવભરી અને પક્ષપાતભરી નીતી અખત્યાર કરવામાં આવી રહી છે, યોગ્ય નથી. લગ્ન નોંધણી પ્રમાણપત્ર એક-બે દિવસમાં મળી જાય તેવુ આયોજન કરવા ભાવનગર બાર એસોિઅસેશને માંગણી કરી છે. આ બાબતે મનપાના કમિશનરને પત્ર લખી રજુઆત કરવામાં આવી છે. લગ્ન નોંધણી પ્રમાણપત્ર સમયસર નહી મળતા વકીલોમાં રોષ જોવા મળી રહ્યો છે.