Get The App

હવાની શુધ્ધતાને ગંભીર નુકશાન કરતી ડિઝલ રીક્ષાના ધુમાડા પર અંકુશ જરૂરી

- આડેધડ અપાતી મંજુરી આગામી વર્ષોમાં જોખમી પુરવાર થશે

- શહેરના માર્ગો પર દોડતી કુલ રીક્ષા પૈકી 20 ટકાથી વધુ ડિઝલવાળી માનવ વસ્તીના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડા

Updated: Nov 21st, 2019

GS TEAM

Google News
Google News
હવાની શુધ્ધતાને ગંભીર નુકશાન કરતી ડિઝલ રીક્ષાના ધુમાડા પર અંકુશ જરૂરી 1 - image


ભાવનગર, તા. 21 નવેમ્બર 2019 ગુરૂવાર

હવાના પ્રદુષણમાં થતા વધારા પાછળ ઉદ્યોગોના ધુમાડાની સાથોસાથ શહેરોમાં ચાલી ડિઝલ રીક્ષાના ઠલવાતા ધુમાડા પણ મહદ અંશે જવાબદાર છે. જે હવાની શુધ્ધતાને ગભીર નુકશાન કરી રહ્યા છે. આવી ૨૦ ટકાથી વધુ રીક્ષા શહેરમાં ફરતી હોવાનું જણાયું છે.

મોટાભાગના શહેરોમાં ડિઝલ રીક્ષાઓના વધી રહેલા પ્રમાણના કારણે તેના પ્રદુશિત ધુમાડામાંથી નિકળતા ઝેરી તત્વોની સમસ્યા વધી રહી છે. જુની ટેકનોલોજીથી બનેલી ડિઝલ રીક્ષાના કારણે મહાનગરોમાં પારાવાર પ્રધુષણ ફેલાવા લાગ્યુ છે. એક સર્વે મુજબ ડિઝલ રીક્ષા ૧૦૦ કિ.મી. ફરે તો તેમાંથી ૩.૫૦ થી ૪ કિલો જેટલો ઝેરી તત્વો હવામાં ફેંકે છે. જેનાથી આગામી સમયમાં શહેરોના વાતાવરણ પર ગંભીર ખતરો ઉભો થવા સંભવ છે. અને આ પ્રદુષણથી થતા મત્યુના પ્રમાણમાં પણ વધારો થવાની શક્યતા છે. ભાવનગરમાં ફરી રહેલ કુલ રીક્ષાના ૨૦ ટકા જેટલી ડિઝલ રીક્ષાઓ છે.

જે અંદાજે હજારો કિલો ઝેરી ધુમાડો હવામાં ફેકે છે. એક તરફ કેન્દ્ર સરકાર ડિઝલ વાહનો શહેરોમાં ન ફરે તેવા નિયમ ઘડે છે. ત્યારે શહેરોમાં બે ધડક ડિઝલ રીક્ષાઓ ફરતા નિયમોનું પાલન કેટલુ પાંગળુ થાય છે તે સાબિત થાય છે. સામાન્ય રીતે પેટ્રોલ કરતા ડિઝલની જે પ્રદુષણ ફેલાય છે તે વધુ જોખમી હોય છે. દિલ્લીમાં ડિઝલ વાહનો પર પ્રતિબંધ લદાયો છે. ઘણી ડિઝલ રીક્ષાના એન્જીનની ગુણવત્તા પણ નક્કી કર્યા પ્રમાણે નથી.

કાર્બન મોનોક્સાઇડ, હાઇડ્રોકાર્બન, નાઇટ્રોઝન ઓક્સાઇડ વગેરેનું ઉચુ પ્રમાણ ડિઝલ રીક્ષાના ધુમાડામાં હોય છે. નિયત કરાયેલા ધોરણો મુજબ કાર્બન મોનોક્સાઇડનું કિલો વોટ દીઠ ૪.૫ ગ્રામથી વધુ પ્રમાણ ન હોવુ જોઇએ એજ રીતે હાઇડ્રો કાર્બનનું પ્રમાણ ૧.૧ નાઇટ્રોઝન ઓક્સાઇઝનું પ્રમાણ ૮.૦૦થી વધુ ન હોવુ જોઇએ તથા પીએમ ૦.૩૬ થી વધુ ન જોઇએ. પરંતુ આ બેલેન્સ જળવાતુ નથી. વિશ્વ આરોગ્ય સંસ્થાએ હવાના પ્રદુષણ માટેના જે ધોરણો નક્કી કરેલા છે. તેના માનવ આરોગ્ય માટે સ્પષ્ટ ભંગ થાય છે. શહેરોમાં વસતી કરોડો માનવ જાત ફરજીયાત પણે આ ઝેરી ધુમાડાનો ભોગ બની રહી છે.

એક તબક્કે ડિઝલ વાહનોમાં સલ્ફર ડાયોક્સાઇડ વધુ પ્રમાણમાં નિકળે છે. ૪૦.૬૦ માઇક્રોગ્રામ ધનમીટર હવામાં સલ્ફર ડાયોક્સાઇડ વધુમાં વધુ હોવાનું ધોરણ નક્કી કરાયુ છે. જ્યારે ભાવનગરમાં ૮૫ જેટલી સરેરાશ ધરાવે છે. જે સ્વાસ્થ્ય માટે જોખમી બને છે.  ડિઝલનો ધુમાડો અસ્થમાના દર્દીઓ વધારે છે.

લોહીના ભ્રમણમાં વિક્ષેપો ઉભા કરે છે. નાના બાળકોના જ્ઞાનતંતુ અને ફેફસાને પણ નુકશાન કરી શકે છે. ડિઝલ રીક્ષાની મંજુરી આડેધડ અપાય છે અને ઘણીવાર જે ડિઝલ રીક્ષા વ્યાપક ધુમાડો ઓકતી હોવા છતા રીપેરીંગમાં પાસ પણ થઇ જાય છે. ત્યારે આવી પ્રવૃત્તી વધુ જોખમી પુરવાર થાય છે.

Tags :