જિલ્લા પોલીસ વડાને અપાયું આવેદન: અવાજનું પ્રદૂષણ ફેલાવતા ડીજે સિસ્ટમ ઉપર નિયંત્રણ જરૂરી
- ડીજેનો જુલમ અસહ્ય: મોટા સ્પીકરોનો અવાજ સાંભળવો દુઃખદાયક
ભાવનગર,19 ફેબ્રુઆરી 2020 બુધવાર
ભાવનગરમાં અવાજની માત્રા વિના પ્રદૂષણ ફેલાવતા ડીજે સિસ્ટમ પર નિયંત્રણ લાવવું જરૂરી બન્યું છે. ડીજેના અસહ્ય જુલ્મ અને મોટા સ્પીકરોનો અવાજ સાંભળવો દુઃખદાયક છે ત્યારે જિલ્લા પોલીસ વડાને લેખીત આપી કડક પગલા ભરવા માગ કરવામાં આવી છે.
છેલ્લા ઘણા સમયથી લગ્ન પ્રસંગો, મેળાવડા, સભા, સરઘસ, ધાર્મિક પ્રસંગોમાં તિવ્ર વોલ્યુમથી વગાડવામાં આવતા ડીજે ત્રાસદાયક બન્યું છે. ખુબ જ ધ્વની પ્રદૂષણ ફેલાવી ગંભીર રીતે બહેરાશ લાવે છે. સમય મર્યાદા વગર મુખ્ય ટ્રાફિકવાળા રસ્તા પર ડીજેનો જુલ્મ અસહ્ય છે. વૃધ્ધો, દર્દીઓ, અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, દવાખાનાનો વિચાર કર્યા વિના કે લેશમાત્ર ફડક વગર કાયદાની ઐસી તૈસી કરી ડીજેના જોદરાદ અવાજથી ઘર-ઓફિસ, દવાખાનાના બારી-બારણા પણ ધુ્રજી જાય છે. રાત્રે ૧૦ પછી મોટા સ્પિકર દ્વારા ફેલાવાતા અવાજને સાંભળવો દુખદાયક છે ત્યારે ધ્વની પ્રદૂષણ સામે કડક પગલા લેવા જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરવામાં આવી છે.