Get The App

સમાધાન પાત્ર દિવાની તથા ફોજદારી કેસોનો રાષ્ટ્રીય લોક અદાલતમાં નિકાલ થશે

Updated: Jan 25th, 2022

GS TEAM

Google News
Google News
સમાધાન પાત્ર દિવાની તથા ફોજદારી કેસોનો રાષ્ટ્રીય લોક અદાલતમાં નિકાલ થશે 1 - image

- જિલ્લા કાનુની સત્તા મંડળ દ્વારા આગામી 12 માર્ચે

- વીજળી,  અકસ્માત વળતર, લગ્ન વિષયક, રેવન્યુ, લેબર, બેન્કને લગતા વગેરે કેસોના સમાધન થશે

ભાવનગર : સમાધાનકારી દિવાની તથા ફોજદારી કેસોનો નિકાલ કરવા આગામી ૧૨ માર્ચનાં રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના આદેશ અનુસાર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ભાવનગર દ્વારા ભાવનગર ખાતે કાર્યરત તમામ અપીલ અદાલતો તથા સિનિયર તથા જૂનિયર દીવાની અદાલતોમાં તથા તાલુકા ખાતે કાર્યરત વિવિધ અદાલતોમાં તા.૧૨ માર્ચ, ૨૦૨૨ નાં રોજ ધરાષ્ટ્રીય લોક-અદાલતધ યોજાશે.

આ લોક અદાલતમાં સમાધાન પાત્ર તમામ દિવાની તથા ફોજદારી કેસોનો સમાધાનથી નિકાલ કરવામાં આવશે. આ લોક અદાલતમાં પી.જી.વી.સી.એલ., નેગોશિયેબલ એક્ટ (ચેક રિટર્ન), બેંકને લગતા કેસો, મોટર અકસ્માત વળતરનાં કેસો, લગ્ન વિષયક કેસો, રેવન્યુ કેસો, સવસ મેટર, જમીન સંપાદનના વળતરના કેસો તેમજ લેબર કોર્ટના કેસો વગેરે સમાધાન માટે રાખવામાં આવશે.

પક્ષકારોએ ધરાષ્ટ્રીય લોક અદાલતધ દ્વારા વિવાદોનું ઝડપી અને સંતોષકારક રીતે સમાધાન કરવા માટે અથવા તો આ અંગેની વધુ જાણકારી મેળવી હોય તો જે- તે અદાલતનો અથવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, ભાવનગરનો તથા તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ સમિતિનો સંપર્ક કરવાનો રહેશે.