ભાવનગર ડિવીઝન થઇને દોડતી 5 જોડી ટ્રેનના કોચમાં ફેરફાર કરાયા

Updated: Jan 25th, 2023


- મુસાફરોની માંગણી અને સુવિધાને ધ્યાને લઇ

- રાજકોટ-જેતલસર પર પ્રથમ વખત ઇલેક્ટ્રીક લોકોમોટિવ નિરીક્ષણ પૂર્ણ

ભાવનગર : ભાવનગર ડિવીઝન થઇને દોડતી પાંચ જોડી ટ્રેનોના કોચની સંરચનામાં લોકોની ડિમાન્ડને લઇ ફેરફાર કરવાનો નિર્ણય રેલ્વે ડિપાર્ટમેન્ટ દ્વારા લેવાયો છે. જ્યારે રાજકોટ જેતલસર વચ્ચે ઇલેક્ટ્રીક મોટીવેટીવ સાથે પીસીઇઇનું નિરીક્ષણ પૂર્ણ કરાયું છે તો વડોદરા સ્ટેશનથી વેરાવળ-તિરૂવનંતપુરમ સેન્ટ્રલ એક્સપ્રેસ ટ્રેનના ઉપડવાના સમયમાં પણ ફેરફાર કરાયો હોવાનું જણાયું છે.

મુસાફરોની માંગ અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વેએ ભાવનગર ડિવીઝનની ૫ જોડી ટ્રેનોના કોચની સંરચનામાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. ભાવનગર ડિવીઝનના સિનીયર ડીસીએમના જણાવ્યા મુજબ ટ્રેન નં.૧૯૩૧૯-૧૯૩૨૦ વેરાવળ-ઇન્દોર-વેરાવળ એક્સપ્રેસમાં એક વધારાના થર્ડ એસી કોચ વધારવામાં આવશે તેમજ જનરલ કોચની જગ્યાએ એક વધારાનો સ્લીપર કોચ પણ લગાડવામાં આવશે. આ ફેરફાર ઇન્દોરથી ૭-૨ અને વેરાવળથી ૮-૨થી લાગુ થશે.

ટ્રેન નં.૨૦૯૬૬-૨૦૯૬૫ ભાવનગર-સાબરમતી-ભાવનગર સુપરફાસ્ટ ઇન્ટરસિટી એક્સપ્રેસને એક થર્ડ એસી કોચને બદલે એક એસી ચેર કાર દ્વારા બદલવામાં આવશે. આ ફેરફાર ભાવનગર અને સાબરમતી બંને સ્ટેશનો પરથી ૩-૨ થી લાગુ થશે. ટ્રેન નં.૨૨૯૯૦-૨૨૯૮૯ મહુવા-બાંદ્રામાં સામાન્ય કોચને બદલે ફર્સ્ટ કમ સેકન્ડ એસી કોચ લગાડવામાં આવશે. આ ફેરફાર ૧૦-૩ થી બાંદ્રા ટર્મિનસથી અને ૧૧-૩ થી મહુવાથી લાગુ થશે. ટ્રેન નં.૨૨૯૯૪-૨૨૯૯૩ મહુવા-બાંદ્રામાં સામાન્ય કોચને બદલે ફર્સ્ટ કમ સેકન્ડ એસી કોચ લગાડવામાં આવશે. આ ફેરફાર ૮-૩ થી બાંદ્રા ટર્મિનસથી અને ૯-૩ થી મહુવાથી લાગુ થશે. ટ્રેન નં.૨૨૯૩૬-૨૨૯૩૫ પાલિતાણા-બાંદ્રામાં જનરલ કોચને બદલે ફર્સ્ટ કમ સેકન્ડ એસી કોચ લગાડવામાં આવશે. આ ફેરફાર ૭-૩ થી બાંદ્રા ટર્મિનસથી અને ૮-૩ થી પાલિતાણાથી લાગુ થશે. મુસાફરો આ ટ્રેનોના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન અંગેની વિગતવાર માહિતી માટે યાત્રિઓ વેબસાઇટની પણ મુલાકાત લઇ શકે છે. 

અમદાવાદ યુનિટના રેલ્વે ઇલેક્ટ્રિફિકેશન વિભાગે ભાવનગર અને રાજકોટ ડિવીઝનના રાજકોટ-જેતલસર સેક્શનને ચાલુ કરીને એક ઉપલબ્ધિ હાંસલ કર્યું છે. મુખ્ય પ્રોજેક્ટ ડિરેક્ટર, રેલ્વે ઇલેક્ટ્રીફિકેશન-અમદાવાદના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ, નવા ઇલેક્ટ્રિફાઇડ સેક્શનમાં ગુડ્સ અને પેસેન્જર ટ્રેનોના ઉદ્દઘાટન માટે જરૂરી પીસીઇઇના સફળ નિરીક્ષણ પછી ઉત્તમ કાર્ય પ્રાપ્ત થયું છે.

    Sports

    RECENT NEWS