રાજકોટમાં કોરોનાના હાહાકાર વચ્ચે સિવિલ અધિક્ષકની બદલી
રાજકોટ, તા. 27 જુલાઈ 2020, સોમવાર
રાજકોટ શહેરમાં કોરોના ની મહામારીએ માથું ઊંચક્યું છે પોઝિટિવ કેસની સંખ્યા 1000 ને પહોંચવા આવી સ્થિતિ માં અનેક વિવાદોમાં સપડાયેલા સિવિલ ના ઈન્ચાર્જ અધિક્ષક ડો. મનીષ મહેતાની જૂનાગઢ બદલી કરી દેવામાં આવી છે.
આજે સાંજે આરોગ્ય વિભાગે આ ઓર્ડર કર્યો છે. રાજકોટ પીડીયુ હોસ્પિટલના ઈન્ચાર્જ અધિક્ષક ની જૂનાગઢ મેડિકલ કોલેજના ઇ એન ટી વિભાગના અધ્યાપક તરીકે બદલી કરવામાં આવી છે અને જૂનાગઢ કોલેજના ડીન ડો. એસ .પી. રાઠોડની જીએમઈ આર ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે.
કોરોના સંકટ વચ્ચે આ બદલી કરવામાં આવતા ચર્ચા જાગી છે. અગાઉ ડો.મનીષ મહેતા સામે અનેક આક્ષેપ કરવામાં આવ્યા હતા.