Get The App

લોકભારતી સણોસરાથી લોક-79 ઘઉંની જાતને કેન્દ્ર સરકારની લીલી ઝંડી

Updated: Oct 23rd, 2024

GS TEAM


Google News
Google News
લોકભારતી સણોસરાથી લોક-79 ઘઉંની જાતને કેન્દ્ર સરકારની લીલી ઝંડી 1 - image


- લોકવન ઘઉં પછી 44 વર્ષે લોકભારતીને મળેલ અજોડ સફળતા

- વિદ્યાર્થીઓના પરીશ્રમ અને સંશોધનકારોની મુલ્યનિષ્ઠ ધીરજથી દિવાળી ટાણે ખેડુતોને ભેટ

ભાવનગર : ગ્રામ વિદ્યાપીઠ લોકભારતી સણોસરા દ્વારા લોક-૧ પછી ૪૪ વર્ષે વિદ્યાર્થીઓના વૈજ્ઞાનિક પરિશ્રમ અને સંશોધનકારોની મુલ્યનિષ્ઠ ધીરજના પરીણામે ઘઉંની બીજી શ્રેષ્ઠ જાત લોક-૭૯ જાતની શોધ કરી છે. અને આ ઘઉંની જાતને કેન્દ્ર સરકારે લીલી ઝંડી પણ આપી છે. લોક-૭૯ની યશસ્વી શોધ ખેડુતો માટે દિવાળની ભેટ સમાન બની છે.

પોતાની આગવી કેળવણી પ્રણાલી, વિદ્યાવિસ્તરણ કાર્યો અને સંસોધનથી વિશ્વ વિખ્યાત બનેલી ગાંધીવિચારને વરેલી સંપૂર્ણ નિવાસી એવી દેશની સર્વપ્રથમ ગ્રામવિદ્યાપીઠ લોકભારતી સણોસરામાં છેલ્લાં ૫૭ વર્ષથી ઘઉંની નવીનવી જાતો શોધવાનું સંશોધન કાર્ય વિદ્યાર્થીઓના વૈજ્ઞાનિક-મૂલ્યનિષ્ઠ પરિશ્રમથી સાતત્યપૂર્ણ ચાલી રહ્યું છે. ષિવર્ય કૃષિ વૈજ્ઞાનિક ડા. ઝવેરભાઈ પટેલના નેતૃત્વ નીચે અંબાવીભાઈ ભલાણી અને દેવદાસભાઈ ગોહિલના સહકારથી તૈયાર થયેલ 'લોક-૧દ ઘઉંની જાતને ૧૯૮૦માં મધ્ય ભારતના ખેડૂતો માટે સમયસરની વાવણી અને મોડી વાવણી માટેની ઉત્તમ જાત તરીકે જાહેર કરવામાં આવી. ત્યાર પછી ૪૪ વર્ષે આજે બીજી જાત વૈજ્ઞાાનિક ડો. સી.પી. સિંગના નેતૃત્વ નીચે અને  લાલજીભાઈ રાઠોડ અને પ્રેમલભાઈ જોષીના ટેકનીકલ સાથથી 'લોક-૭૯દ શોધીને લોકભારતીએ ઈતિહાસ સર્જ્યો છે અને દેશના ખેડૂતોને બીજી ભેટ ધરી છે.  લોક-૧ જાત ઉત્પાદન ક્ષેત્રે તો લોક-૭૯ જાત પોષણયુક્ત ગુણવત્તા ક્ષેત્રે અગ્રેસર સાબિત થઈ છે. લોક-૭૯ જાત પ્રોટીન, લોહ, ઝિંક વગેરે પોષણમૂલ્યોમાં ચડિયાતી સાબિત થઇ છે. સણોસરા લોકભારતી ઘઉં સંશોધન કેન્દ્રમાં જ સંશોધિત એવી લોક-૪૫ અને લોક-૬૨ જાતોના સંકરણ-અવલોકન અને પસંદગીથી અગિયાર વરસે તૈયાર થયેલ જાત લોક-૭૯ ગુણવત્તા અને ઉત્પાદન એમ બંને જરૂરી ગુણોમાં અગ્રેસર રહીને અન્ય જાતો કરતા ચડિયાતી સાબિત થઇ છે. તાજેતરમાં અખિલ ભારતીય ઘઉં સંશોધન સમિતિ કુલ ૧૯ જાતોની અરજી સંદર્ભે ડો. ડી. કે યાદવ (એડીજી)ના અધ્યક્ષ સ્થાને આખરી પસંદગી માટે મળી હતી. આ બેઠકમાં લોકભારતીની લોક-૭૯ જાતને ઉત્પાદકતા, રોગપ્રતિકાર શક્તિ અને પોષણમૂલ્યોના આધારે વિધિવત રીતે ભારતના પેનીનસ્યુલર ઝોન એટલે કે દ્વીપકલ્પ વિસ્તાર (મહારાષ્ટ્ર, કર્નાટક અને તામિલનાડુ) માટે માન્ય કરવામાં આવી. ટૂંક સમયમાં દેશના અન્ય વિસ્તારો માટે પણ આ જાતને માન્યતા મળે તે માટેના પ્રયત્નો થઇ રહ્યાં છે.

16 રાજ્યોની 35 લાખ હેકટરમાં લોક-1નું વાવેતર

સરકારી આંકડાઓ મૂજબ દેશના ૧૬ રાજયોમાં પાંત્રીસેક લાખ હેકટરમાં લોક-૧નું વાવતેર થઈ રહ્યું છે. આ વાવેતરને કારણે દેશના ખેડૂતોને દર વર્ષે થતા આથક આવકમાં રૂ. ૩ કરોડનો વધારો નોંધાયો છે. વળી, આજે ૪૪ વર્ષ પછી પણ લોક-૧ તેની ગુણવત્તા સાથે દેશભરમાં પ્રથમ સ્થાને ટકી રહી છે. આવી જ રીતે લોક-૭૯ જાત પણ ઘઉં સંશોધન ક્ષેત્રે પોતાનું આગવું સ્થાન ઉભું કરશે તેમ જણાયું છે.

Tags :