નોકરીની શોધમાં આવ્યો ને મળ્યું મોતઃ બેફામ માર મરાતા ઓરિસ્સાના યુવાને દમ તોડયો
મોરબી તાલુકાના નીચી માંડલ પાસેનો બનાવ
કામની શોધમાં મિત્ર પાસે આવેલા ઓરિસ્સાના યુવાને ફેકટરીની અંદર જવાની કોશિશ કરતા સિક્યુરીટી ગાર્ડ, કોન્ટ્રાકટર સહિત ત્રણે માર મારતા મોત
મૂળ ઓરિસ્સાના વતની અને હાલ વઘાસીયા ટોલનાકા નજીક આવેલ
સીમસ્ટોન સિરામિકમાં રહીને મજુરી કરતા રણજીત પરવાસીયા મોલ નામના શ્રમિકે આરોપીઓ
મહેશ વસુંનીયા, રાજેન્દ્ર
ગુર્જર અને ઈરફાનખાન કુરેશી (રહે ત્રણેય બીસ્કોન સિરામિક નીચી માંડલ-આંદરણા વચ્ચે
તા. મોરબી) વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી
છે.જેમાં જણાવ્યું છે. રાત્રીના ૧૧ વાગ્યે
ટીક્કીસિંગ બીસ્કોન સિરામિક અંદર જવા માંગતો હતો. ત્યારે સિક્યુરીટી ગાર્ડ તરીકે
કામ કરતા મહેશભાઈ વસુંનીયાએ તેને કારખાના અંદર જતા રોક્યો હતો. અને મહેશભાઈ
વસુનીયાએ ટીક્કીસિંગને માર માર્યો હતો. અને ઝઘડો થયો હતો. બાદમાં મહેશે તેના
સિક્યુરીટી કોન્ટ્રાકટર રાજેન્દ્ર ગુર્જરને વાત કરતા રાજેન્દ્ર ગુર્જર અને તેની
સાથે કામ કરતા ઈરફાન કુરેશી સાથે ટીક્કીસિંગને ઝઘડો થયો હતો. જેથી ત્રણેય આરોપીઓએ
ટીક્કીસિંગને લાકડીથી માર માર્યો હતો. અને કારખાનાથી થોડે દુર મૂકી આવેલ. તેથી
ટીક્કીસિંગ બીસ્કોન સિરામિક પાસે આવેલ સોનેક્સ સિરામિકમાં ગયેલ જ્યાં નાઈટ
શિફ્ટમાં નોકરી કરતા લોકો તેને ગેઇટ પાસે મૂકી આવેલ. અને બાદમાં મૃતક યુવાન પગે
ચાલી રોડ ક્રોસ કરી કયું સેવન સિરામિક દીવાલ પાસે જતો રહ્યો હતો. અને ત્યાં બેસી
ગયો હતો અને બાદમાં તેનું મોત થયું હતું. મોરબી તાલુકા પોલીસે ત્રણેય આરોપીઓ
વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે
ફરિયાદી યુવાને પંદર વીસ દિવસ પૂર્વે વતનમાં ફોન કર્યો. ત્યારે પાડોશમાં રહેતા ટીક્કીસિંગ ચૈતન્યસિંગ સાથે વાત થઇ હતી. અને મોરબીમાં કોઈ કામ હોય તો કહેજો તેવી વાત કરી હતી.અને ભારતીબેન નામના બહેન સાથે ટીક્કીસિંગ અને તેના ભાભી જયંતીસિંગ સીમસ્ટોન સિરામિક કારખાને આવ્યા હતા. અને બાદમાં રાત્રે ટીક્કીસિંગ અને તેની ભાભી જયંતીસિંગ બંને રૃમ પર ના હોય જેથી પાડોશીને પૂછતાં બંને કામ પર ગયાનું જણાવ્યું હતું. જેની પાસે મોબાઈલ ના હોય જેથી કોઈ સંપર્ક થયો ના હતો. બાદમાં કોન્ટ્રાકટર દ્વારા જાણવા મળ્યું હતું કે કયું સેવન સિરામિક પાસે એક મૃતદેહ મળી આવ્યો છે. જે ટીક્કીસિંગનો હોવાનું ફરિયાદી ઓળખી ગયો હતો. જેથી મૃતદેહ પીએમ અર્થેખસેડયો હતો. અને ફરિયાદ નોંધાવી હતી. આમ યુવાન ઓરિસ્સાથી કામની તલાશમાં આવ્યો હતો અને યુવાનને મોત મળ્યું હતું.