Get The App

ભાવનગર-અંબાજી, ભાવનગર-મુંબઈ એસ.ટી. બસ સેવા શરૂ કરવા રજૂઆત

Updated: Feb 25th, 2024

GS TEAM


Google News
Google News
ભાવનગર-અંબાજી, ભાવનગર-મુંબઈ એસ.ટી. બસ સેવા શરૂ કરવા રજૂઆત 1 - image


- ભાવેણાવાસીઓની લાંબા સમયની માગણીને ધ્યાનમાં રાખી

- મુસાફરોને રાહત રહેશે અને બન્ને બસને પૂરતો ટ્રાફિક મળશે

ભાવનગર : ભાવેણાવાસીઓની લાંબા સમયની માગણીને ધ્યાનમાં રાખીને ભાવનગર-અંબાજી અને ભાવનગર-મુંબઈ એસ.ટી. બસ સેવા શરૂ કરવા રજૂઆત કરાઈ છે. 

ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબહેન પંડયાએ ગઈ તા.૨૧-૨ના રોજ વિધાનસભામાં ભાવનગર-અંબાજી (લક્ઝરી સ્લીપર કોચ બસ-સાદી સ્લીપર કોચ બસ) રાત્રે ૮ વાગ્યે ભાવનગરથી ઉપડે અને બીજા દિવસે રાત્રે ૮ વાગ્યે અંબાજીથી પરત આવે તે રીતે અને ભાવનગર-મુંબઈ (લક્ઝરી સ્લીપર કોચ બસ-સાદી સ્લીપર કોચ બસ) બપોરે ૩ વાગ્યે ભાવનગરથી ઉપડે અને બીજા દિવસે બપોરે ૪ વાગ્યે મુંબઈથી ભાવનગર પરત આવે તે રીતે ભાવનગર ડેપો ખાતેથી શરૂ કરવા માગ કરી હતી.  

બન્ને બસને પૂરતો ટ્રાફિક મળી રહેશે તથા મુસાફરોને ખૂબ જ રાહત રહેશે. તેવી રજૂઆત પણ તેમણે આજે વાહન વ્યવહાર મંત્રીને પાઠવેલા પત્રમાં કરી હતી. 

Tags :