For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બેડિયા ગામે અંડરગ્રાઉન્ડ ગોડાઉન બનાવી વેચાતો શરાબ ઝડપાયો

Updated: Jan 25th, 2023

Article Content Image

ગીર સોમનાથ પોલીસે ગીરગઢડા તાલુકો અને વેરાવળમાં દરોડા પાડયા

વાડીની જમીનમાં પાંચ બાય પાંચ ફૂટ ઊંડો ખાડો બનાવી પંદર લાખથી વધુ કિંમતની 7860 બોટલ વિદેશી શરાબ અને 4800 ટીન બીયરનો જથ્થો સંઘરી રાખ્યો હતો

ટ્રેક્ટર,ટ્રોલી , મોબાઈલ ફોન, સહિત કુલ 30.17 લાખનો મુદ્દામાલ કબજે કરાયો 

વેરાવળ: ગીર સોમનાથ જિલ્લામાં જુદા જુદા નુસ્ખાઓ કરી વિદેશી શરાબનો મોટા પાયે કારોબાર ચાલે છે. આજે એકશનમાં આવેલી ગીર સોમનાથ પોલીસે ગીરગઢડા તાલુકાના બેડિયા ગામની સીમમાં દરોડો પાડી જમીનમાં ખાડો ખોદી શરાબ સંઘરવા માટેનું અંડરગ્રાઉન્ડ મિનિ ગોડાઉન પકડી પાડી  પંદર લાખથી વધુ કિંમતની ૭૮૬૦ બોટલ વિદેશી શરાબ અને ૪૮૦૦ ટીન બીયરનો જથ્થો પકડી પાડયો હતો.બે શખ્સોની ધરપકડ કરી હતી અને બે ને પકડવા તજવીજ હાથ ધરી હતી.  

સોમનાથ જિલ્લા એલસીબી પોલીસ આજે શરાબ પકડી પાડવા સવારથી જ કાર્યવાહી આરંભી દીધી હતીે .જેમાં ગીરગઢડા તાલુકાના ધોકડવા બીટ વિસ્તારમાં બેડિયા ગામની સીમમાં ત્રાટકી દીપક ઉર્ફે દીપુ ઉકા જાદવ રહે. ઉમેજવાળાની વાડીએ જઈ તપાસ કરી શરાબની શંકા વ્યકત કરી હતી. પણ આરોપીએ આ બાબતે આના કાની કરતા જમીન પરથી માટી કઢાવતા ઉંડાઈએ પાંચ બાય પાંચ ફૂટ ઊંડો ખાડો નીકળી આવ્યો હતો એમાં ગોડાઉન કરેલુ હતુ તે ખોલાવતા તેમાંથી પંદર લાખથી વધુ કિંમતની ૭૮૬૦ બોટલ વિદેશી શરાબ અને ૪૮૦૦ ટીન બીયરનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે કબજે લઈ દીપક અને સામતેરના સિદ્ધરાજ ભરતભાઈ ગોહિલને પકડી પાડયા હતા. આ શખ્સોની સઘન પૂછપરછ દરમિયાન આ શરાબનો જથ્થો નાની દમણના જગદીશ ઉર્ફે જગ્ગીએ ભરી આપ્યો હતો. તેમજ આ જથ્થો સાવરકુંડલાના સાગર લોહાણા નામના શખ્સને આપવાનો હતો. આથી પોલીસે એ બન્નેની સામે પણ ગુનો નોંધ્યો હતો. તેમજ તેને પકડી પાડવા તજવીજ હાથ કરી હતી. આ ઉપરાંત ટ્રેકટર,ટ્રોલી , મોબાઈલ ફોન, સહિત કુલ ૩૦.૧૭ લાખનો મુદામાલ કબજે કર્યો હતો. આ કાર્યવાહીમાં એલસીબીના ઈન્સપેકટર એ.એસ.ચાવડા ,પીએસઆઈ વી.કે ઝાલા, પ્રવીણભાઈ મોરી, રાજુભાઈ ગઢિયા જોડાયા હતા. 

મચ્છીના કેરેટની આડમાં છૂપાવેલી વિદેશી શરાબની 36 બોટલ પકડાઈ

વેરાવળઃ પાંચીની સરસ્વતી નદીના પૂલ પાસે પોલીસે બોલેરોને રોકાવી તલાશી લેતા તેમાંથી મચ્છીના કેરેટમાં છુપાવેલી ૩૬ બોટલ ઝડપી લેવામાં આવી હતી. તેમજ બોલેરો કાર, મોબાઈલ ફોન, મળી કુલ રૂા. ૪.૨૭ લાખના મુદામાલને કબજે કરાયો હતો. જયારે વિજય શામજીભાઈ કોટીયા સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.


Gujarat