Get The App

પતિ સહિત ૩ દ્વારા પત્ની, સસરા, સાળા, સાળાવેલી ઉપર હુમલો

Updated: Nov 19th, 2023

GS TEAM


Google News
Google News
પતિ સહિત ૩ દ્વારા પત્ની, સસરા, સાળા, સાળાવેલી ઉપર હુમલો 1 - image


જામનગરના વાંઝાવાસ વિસ્તારમાં

પતિસાસરિયા વારંવાર પૈસાની માગણી કરી મારકૂટ કરતા હોવાથી પરિણીતાએ ફરિયાદ નોંધાવતાં હુમલો

જામનગર :  જામનગર નજીક વાંઝા વાસ વિસ્તારમાં રહેતી એક પરણીતાએ પોતાના ઉપર તેમજ પોતાના પિતા ભાઈ અને ભાભી ઉપર હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડવા અંગે પોતાના પતિ સહિતના ત્રણ સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. પતિ વારંવાર માવતરેથી પૈસા લઈ આવવા દબાણ કરતો હોવાથી પોલીસમાં ફરિયાદ કરતાં તેનું મનદુઃખ રાખીને આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.

જામનગરમાં ગુલાબનગર વાંઝાવાસ વિસ્તારમાં રહેતી ફરજાનાબેન અનવરભાઈ સિપાઈ નામની ૨૯ વર્ષની પરણીતાએ પોતાના ઉપર હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે ઉપરાંત પોતાના પિતા, ભાઈ અને ભાભી વગેરે પર હુમલો કરી ઇજા  પહોચાડવા અંગે પોતાના પતિ અનવર ઇસ્માઈલ સિપાઈ, ઉપરાંત તેના ભાઈઓ અબાસ ઈસ્માઈલ સિપાઈ અને મહેબુબ ઇસ્માઈલ સિપાઈ સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી મહિલાને તેણીનો પતિ મનદુઃખ રાખીને માવતરેથી પૈસા લઈ આવવાનું દબાણ કરતો હતો અને લાકડી વડે માર મારતો હોવાથી પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ કરી હતી. તે વાતનું  મનદુઃખ રાખીને આરોપી પતિ અને તેના ભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને લાકડી - ધોકા અને ધારીયા જેવા હથીયાર સાથે ધસી આવ્યા હતા, અને તેણીના પિતા પર હુમલો કરી દેતાં તેઓને માથું ફાટી ગયું હોવાથી ટાંકા લેવા પડયા છે.

 આ ઉપરાંત તેઓને છોડાવવા માટે વચ્ચે પડેલા તેના ભાભી ફરીનીબેન તેમજ તેનો ભાઈ મોસીન પણ છોડાવવા માટે હુમલો કરી દીધો હતો. જેથી મામલો ફરીથી સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયા હતા. પોલીસે ફરજાનાબેનની ફરિયાદના આધારે તેણીના પતિ અનવર સિપાઈ ઉપરાંત તેના ભાઈઓ સામે  ગુન્હો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

Tags :