Get The App

રનિંગ મીટર દીઠ 200 ને બદલે 400 રૂપિયા સહાય કરી આપવા માગ

Updated: Dec 13th, 2023

GS TEAM

Google News
Google News
રનિંગ મીટર દીઠ 200 ને બદલે 400  રૂપિયા સહાય કરી આપવા માગ 1 - image


- યોજનાનો લાભ પૂરતા લાભાથીને આપવા કૃષિમંત્રીને રજુઆત

- 2 હેકટર ના ક્લસ્ટર ની મર્યાદાવાળી યોજનાના પ્રારભેજ પોર્ટલ બંધ થતા હાલાકી વહેલા તે પહેલાં ધોરણે નિયમને રદ કરવો જરુરી 

ભાવનગર : તાર ફેન્સીગ યોજનામાં માટે વહેલા તે પહેલાં ધોરણે નિયમને રદ કરી, રનિંગ મીટર દીઠ ૨૦૦ ને બદલે ૪૦૦ રૂપિયા સહાય કરી આગામી વર્ષના બઝેટ માં જરૂરીયાત મુજબ રકમ વધારો કરી અરજીઓની મર્યાદા હટાવવા કૃષિમંત્રીને રજુઆત કરાઈ છે.

ખેડૂતોની આવક વધારવાના લક્ષ્યાંક સાથે સરકાર ખેડૂતો માટે અનેક સહાયકારી યોજનાઓ અમલમા છે. તે પૈકી જ એક સારી યોજના એટલે ખેતરની ફરતે કાટાંળા તાર ની વાડ કરવાની યોજના એટલે કે તાર ફેન્સીંગ યોજના અમાલી કરાઈ છે. ખેડૂતોના પાકને જંગલી પ્રાણીઓ અને રખડતા ઢોર નુકશાન ન કરે તે માટે ની હાનિકારક અસરોથી બચાવવાના પ્રયાસરૂપે, ગુજરાત સરકારના કૃષિ વિભાગ તરફથી તાર ફેન્સીંગ યોજના ગુજરાત અમલમાં મૂકવામાં આવી છે. નાના ખેડૂતોના હિત અને ફાયદાને ધ્યાનમાં રાખીને તાજેતર માં યોજનાનાં લાભ લેવા ૫ હેકટર ના કલ્સટર ની મર્યાદામાં ફેરફાર કરી ૨ હેકટર ના ક્લસ્ટર ની મર્યાદા કરવામાં આવી, તેથી લાભાર્થી ખેડૂત હકદારોમાં વધારો થયો, આ યોજનાના લાભ લેવા માટે અરજી કરવા જિલ્લાને ફાળવેલ લક્ષ્યાંકની મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું હતું, પણ ગણતરીની મિનિટો માંજ થતાં પોર્ટલ પર અરજી સ્વીકારવાનું બંધ થઈ ગયું હતું. તેથી મોટા ભાગના ખેડૂતો ફોર્મ ભરી શક્યા નહોતા. તેથી ખેડૂતોમાં નારાજગી નો માહોલ ઉભો થયો છે. ખેડૂતોને યોજનાની પૂરતી જાણકારી ના હોવાથી ગેરસમજણ ને કારણે ખોટું થતું હોય તેવી શંકાઓ સાથે અનેક તર્ક-વિતર્કો થાય છે. છેલ્લા બે ત્રણ વર્ષથી આવી પરિસ્થિતિ ઉભી થાય છે.

રાજ્ય સરકાર દ્વારા તાર ફેન્સીગ યોજના માટે વહેલા તે પહેલાં ધોરણે નિયમને રદ કરી,રનિંગ મીટર દીઠ ૨૦૦ ને બદલે ૪૦૦  રૂપિયા સહાય કરી આગામી વર્ષના બઝેટ માં જરૂરીયાત મુજબ રકમ વધારો કરી અરજીઓની મર્યાદા હટાવી રાજ્યનાં તમામ ખેડૂતો એકસાથે લાભ લઇ શકે તેવું આયોજન કરવા કૃષિમંત્રીને રજુઆત કરાઈ છે.

Tags :