રાજકોટમાં અર્બન ફોરેસ્ટ ના નામે વૃક્ષો સિવાય રૂપિયા 7.8 કરોડનું આંધણ કરશે મનપા!
રાજકોટ, તા. 09 જુલાઈ 2020, ગુરુવાર
શહેરોમાં પર્યાવરણ સારું રહે તે માટે વિશ્વભરમાં અર્બન ફોરેસ્ટ નો ખ્યાલ પ્રચલિત છે જેમાં શહેરી વિસ્તારમાં કે શહેરની ભાગોળે કૃત્રિમ વન કરાતું હોય છે પરંતુ રાજકોટમાં આવા પર્યાવરણના પ્રોજેક્ટો ના નામે લોકોએ ટેક્સથી ચૂકવેલા કરોડો રૂપિયા ઉડાવી દેવાની મનોવૃત્તિ આજે પ્રગટ થઇ છે.
આજે રાજકોટના આજી ડેમ વિસ્તાર કે જે આ કુદરતી રીતે હરિયાળી છે વૃક્ષો છે અને ડેમને કારણે વૃક્ષોનો કુદરતી વિકાસ પણ થતો રહ્યો છે ત્યાં મહાપાલિકાએ અર્બન ફોરેસ્ટ પ્રોજેક્ટના નામ પર રૂપિયા 7.68 કરોડ અને તે પણ વૃક્ષો માટે નહીં પરંતુ અન્ય બાંધકામ માટે ખર્ચવા સ્થાયી સમિતિમાં નિર્ણય લીધો છે.
આજી ડેમ પાસે આમ પણ કુદરતી હરિયાળી છે અને વિકાસ પ્રકૃતિ જ કરેલો છે ત્યાં ભ્રષ્ટાચારની આશંકા જન્મે તે રીતે એક જ પાર્ટીને જંગી રકમનો કોન્ટ્રાક પર્યાવરણ માટે જેની કોઈ જરૂર નથી તેવા દેખાડો ના કામ માટે કરવાનું મંજૂર કરાયું છે જ્યારે આ સ્થળે મૂળ ઘનિષ્ઠ વૃક્ષારોપણ નું કામ માટે તો હજુ વધુ કરોડોના ખર્ચ કરાશે તેમ જાણવા મળ્યું છે આમ વૃક્ષો વાવવા ના બદલે કેટલાકના ઘરમાં રૂપિયા ના ઝાડ ઊગે તેવા નિર્ણય સામે સવાલો ઉઠયા છે.