રાજકોટ જિલ્લા ડિસ્ટ્રીકટ બેન્કની તમામ બેઠક બિનહરીફ
રાજકોટ, તા. 10 જુલાઈ 2020, શુક્રવાર
સૌરાષ્ટ્રની સૌથી મોટી અને રાજકોટ જિલ્લાના રાજકારણમાં પ્રભાવ પાડનારી રાજકોટ જિલ્લા ડિસ્ટ્રીકટ બેન્કની તમામ 17 બેઠક બિનહરીફ થઈ છે. આ બેન્કના ચેરમેન કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા છે. રાજકોટ જિલ્લા ડિસ્ટ્રીકટ બેન્કની ચૂંટણી 27મીએ જાહેર થઈ હતી અને ઉમેદવારી પત્ર ભરવાની મુદત આજે પુરી થઇ હતી.
કુલ 17 બેઠકની ચૂંટણી માટે બે બેઠક પર એક થી વધુ ફોર્મ ભરાયા હતા પરંતુ જયેશ રાદડિયાએ બેઠકો કરી સમજાવટથી તમામ બેઠક બિનહરીફ થઈ છે. બે બેઠક પર તેમની પેનલ સામે ફાર્મ ભરનારે પાછું ખેંચવા સહમતી બતાવી છે. હવે ચૂંટણીમાં મતદાનની નોબત આવશે નહિ.