Get The App

છેલ્લા સાત વર્ષથી ભાવનગરથી અમદાવાદનો નેશનલ હાઈવે લકવાગ્રસ્ત

- ટ્રાફિકથી ધમધમતા હાઈવે પર પ્રાણઘાતક અકસ્માતોની પરંપરા યથાવત

- નબળા નાળાઓની મરામત, માટીકામ તથા પથ્થરના પીચીંગ કરવાની તાતી આવશ્યકતા

Updated: Dec 16th, 2019

GS TEAM

Google News
Google News
છેલ્લા સાત વર્ષથી ભાવનગરથી અમદાવાદનો નેશનલ હાઈવે લકવાગ્રસ્ત 1 - image


ધંધુકા,16 ડીસેમ્બર 2019 સોમવાર 

ભાવનગર અમદાવાદ શોર્ટ રૂટની અમદાવાદ જિલ્લા હસ્તકના ઘોરી માર્ગ કેન્દ્ર સરકારના નેશનલ હાઈવે અને રાજય સરકારના સ્ટેટ હાઈવે એમ બે બાંધકામ ખાતાની ખેંચતાણના કારણે છેલ્લા ૭ વર્ષથી આ ઘોરીમાર્ગનું કોઈપણ પ્રકારનું નવિનીકરણ કરવામાં આવતુ નથી. 

ભાવનગરથી અમદાવાદ વાયા બાવળીયાળી ધોલેરા પીપળીના શોર્ટરૂટ રાજય સરકાર દ્વારા સને ૨૦૧૬માં કેન્દ્ર સરકારના નેશનલ હાઈવેને સોંપી દેવાની સૈધ્ધાંતિક રીતે નિર્ણય કરાયો હતો.પરંતુ આજ સુધી આ ધોરીમાર્ગ રાજય સરકારના અમદાવાદ જિલ્લાના સ્ટેટ હાઈવે બાંધકામ પાસેથી નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા સંભાળવામાં આવ્યો નથી.ભાવનગર જિલ્લાની સ્ટેટ હાઈવેમાં આવતી ભાવનગર અધેલાઈ,બાવળીયાળી સુધીનો ફકત સંભાળી લેવામાં આવ્યો છે.

અને ત્યાં ફોરલેનનું કામ પ્રગતિમાં છે. પરંતુ અમદાવાદ જિલ્લા સ્ટેટનો બાવળીયાળી ધોલેરા પીપળી રોડ નેશનલ હાઈવે રાજય અને કેન્દ્ર સરકારના લેવાયેલા ૨૦૧૬ પછીના નિર્ણય પછી પણ સંભાળેલ નથી. છેલ્લા સાત વર્ષથી આ ધોરી માર્ગ ઉપર મરામત કે નવિનીકરણનું કામ કરાવાયુ નથી. ફકત અને ફકત થીગડા મારવા અને ખાડા પૂરવા સીવાય કોઈ કામ થતુ નથી. જેના કારણે આ રોડ સદંતર લકવાગ્રસ્ત બન્યો છે. 

નેશનલ હાઈવે ખાતુ આ ધોરીમાર્ગને સંભાળતુ નથી અને કોઈ કામ કરાવતુ નથી. નેશનલ હાઈવે રોડ ખાતાની આડોડાઈના કારણે સ્ટેટ હાઈવે રાજય સરકારનું બાંધકામ ખાતુ પણ આ ધોરી માર્ગના નવિનીકરણનું કામ કરતુ નથી. ભાવનગર અમદાવાદ શોર્ટરુટના તમામ નબળા થઈ ગયેલા ધોરી માર્ગ ઉપર ડામરની સપાટીનું નવિનીકરણ ઉપરાંત નબળા નાળાઓની મરામત તથા માટીકામ તથા પથ્થરના પીચીંગ કરવાની તાતી જરૂર છે. કેન્દ્ર અને રાજય સરકારની આ ધોરી માર્ગના વહિવટી ગૂંચના કારણે બાવળીયાળી ધોલેરા પીપળી સ્ટેટ હાઈવે વર્ષોવર્ષ લકવાગ્રસ્ત બનતો જાય છે. અને ૨૪ કલાક ૩૬૫ દિવસ ટ્રાફિકથી ધમમતા આ ધોરીમાર્ગ ઉપર અકસ્માતોની પરંપરા સર્જાઈ રહી છે. 

Tags :