શહેરની ગાંધી મહિલા કોલેજમાં એચિવર્સ એવોર્ડ સમારોહ યોજાયો
- ઉચ્ચ અધિકારીઓએ પ્રેરક ઉદબોધન કર્યા
- કોલેજની ત્રણ છાત્રાઓને મહેમાનોના હસ્તે એચિવર્સ એવોર્ડ એનાયત કરાયા
શહેરની ગાંધી મહિલા કોલેજમાં એવોર્ડ સમારોહ યોજાયો હતો. જેમાં કોલેજની ત્રણ શ્રે વિદ્યાર્થીનીઓ પૈકી વર્ષાબેન ભરતભાઈ જાંડિયાનેે બેસ્ટ ઇન એકેડેમિક, ક્રિષ્નાબા વિજયસિંહ પરમારને બેસ્ટ ઇન સ્પોટર્સ અને સેજલબેન લવજીભાઈ ચૌહાણને બેસ્ટ ઓલ-રાઉન્ડરની કેટેગરીમાં બેંક ઓફ બરોડાના એચિવર્સ એવોર્ડ એનાયત કરાયા હતા. બેંક ઓફ બરોડાના રીઝનલ હેડ ડા.રાજેશ ભાકરે ત્રણેય વિદ્યાર્થીનીઓને અસાધારણ સિદ્ધિઓ મેળવવા બદલ દરેકને રોકડ પુરસ્કાર અર્પણ કર્યો હતો. તેઓએ પ્રાસંગિક ઉદબોધનમાં છાત્રાઓને બેન્કિંગ ક્ષેત્રે ઉજજવળ કારકિર્દી બનાવવા અને મોબાઈલ ફોનનો ઉપયોગ જ્ઞાાન વધારવા કરવાનું જણાવ્યું હતું. સમારોહમાં બેંક ઓફિસર, બ્રાંચ હેડ યુવરાજસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા. કોલેજ મેનેજમેન્ટ કો-ઓર્ડિનેટર ડો.અશોકકુમાર પુરોહિતે સ્વાગત કર્યુ હતું. પ્રા.રંજનબાળા ગોહિલે આભારવિધિ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે કાર્યકારી આચાર્ય પ્રા.જી.જે.ભોજક, ઉપાચાર્ય વિજયકુમાર પરમાર, કોલેજ મેનેજમેન્ટ કો-ઓર્ડિનેટર અને સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.