Get The App

ઇકો કાર અને બાઈક વચ્ચે ગોઝારો અકસ્માત, યુવાનનો ભોગ લેવાયો

Updated: Apr 25th, 2023

GS TEAM

Google News
Google News
ઇકો કાર અને બાઈક વચ્ચે ગોઝારો અકસ્માત, યુવાનનો ભોગ લેવાયો 1 - image


જામનગર- રાજકોટ ધોરીમાર્ગ પર જાંબુડા પાટિયાં નજીક

બે પિતરાઈ ભાઈ નવાનાગનાથી ખીરી ગામે મોગલ માતાનાં મંદિરે દર્શનાર્થે જઈ રહ્યા હતા તે દરમિયાન નડયો અકસ્માત

જામનગર: જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર જાંબુડા ગામના પાટિયા પાસે ઇકો કાર અને બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં નવાનાગનાથી ખીરી ગામે મોગલમાના મંદિરે દર્શનાર્થે જઈ રહેલા બે પિતરાઈ ભાઈઓને અકસ્માત નડયો હતો. અને એક ભાઈ નું અંતરીયાળ મૃત્યુ નિપજ્યું છે. જયારે એકની હાલત ગંભીર ગણાવાઈ રહી છે.

 આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના નવા નાગના ગામમાં રહેતો ત્વિક રઘુભાઈ રાઠોડ નામનો ૨૭ વર્ષનો યુવાન તેના જ કુટુંબી પિતરાઈભાઈ પ્રશાંત રાઠોડ ને પોતાના બાઈકની પાછળ બેસાડીને જામનગર થી જોડિયા તાલુકાના ખીરી ગામે આવેલા મોગલમાના મંદિરે દર્શનાર્થે જઈ રહ્યા હતા.

 દરમિયાન જામનગર - રાજકોટ ધોરીમાર્ગ પર જાંબુડા ગામના પાટીયા નજીક સામેથી પુરપાટ વેગે આવી રહેલા ઇકો કાર ના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં ત્વિક રઘુભાઈ રાઠોડને ગંભીર પ્રકારની ઈજા થઈ હોવાથી તેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું. આ ઉપરાંત તેની સાથે બાઈકમાં બેઠેલા પ્રશાંત રાઠોડને પણ ગંભીર પ્રકારની ઈજા થઈ હોવાથી સૌ પ્રથમ જામનગરની જી.જી. હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

 આ અકસ્માતના બનાવની જાણ થતાં પંચકોશી એ. ડિવિઝનના પોલીસ કર્મચારી દિનેશભાઈ રાઠોડ ઘટના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતના બનાવને લઈને નવા નાગના ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Tags :