બાઈક સ્લીપ થતા પાછળ બેઠેલા દડિયા ગામના યુવાનનું મોત
જામનગર નજીકના દરેડ વિસ્તારમાં
ગાળા ગામે ટેન્કરની ટકકરે રિક્ષા ચાલક ઘાયલ
જામનગર તાલુકાના દડીયામાં રહેતો અને મજૂરીકામ કરતો વિજય
પીઠાભાઈ રાઠોડ નામનો ર૭ વર્ષનો યુવાન કે જે મોખાણા ગામના હિરેન રાજુભાઈ હિંગળાના
બાઈકમાં પાછળ બેસીને દરેડ એપલ ગેટ પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન એકાએક
બાઈક સ્લીપ થઈ જતાં બાઈક હિરેન અને પાછળ બેઠેલો વિજય બંને ઈજાગ્રસ્ત થયા હતા.
જેમાં વિજય રાઠોડને હેમરેજ સહિતની ગંભીર ઈજા થઈ હોવાથી તેનું કરૃણ મૃત્યુ નિપજયું
છે. આ અકસ્માતના બનાવની જાણ થતા પંચકોષી
બી ડિવિઝનનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળ્યો છે.
જયારે બાઈક ચાલક સામે ગુનો નોંધ્યો છે.
મોરબી તાલુકાના ગાળા ગામ નજીકથી પસાર થતા ટ્રક કન્ટેનરના
ચાલકે રિક્ષાને ઠોકર મારતા રિક્ષા પલટી મારી ગઈ હતી. અકસ્માતમાં રિક્ષાચાલક સાહિલ
સોંડાભાઈ સિહોરા નામના યુવાનને ઈજા પહોંચી હતી. અને અકસ્માત સર્જી ટ્રક કન્ટેનર
સ્થળ પર મૂકી ચાલક નાસી ગયો હતો.