Get The App

બરવાળા SDMના તાબામાંથી રેતી ભરેલ ટ્રેક્ટર શખ્સો ભગાડી ફરાર

Updated: Aug 13th, 2021

GS TEAM


Google News
Google News
બરવાળા SDMના તાબામાંથી રેતી ભરેલ ટ્રેક્ટર શખ્સો ભગાડી ફરાર 1 - image


- મોટી વાવડી ગામેથી રોયલ્ટી વગરનું ટ્રેક્ટર પકડાયું હતું

- ટ્રેક્ટરના ચાલક સહિત બેએ ધાક-ધમકી આપી ફરજ રૂકાવટ કરતા એસડીએમએ ગુનો નોંધાવ્યો

ભાવનગર : રાણપુર તાલુકાના મોટી વાવડી બસ સ્ટેન્ડ પાસેથી બરવાળા એસ.ડી.એમ.એ રોયલ્ટી પાસ પરમીટ ભર્યા વગરનું ટ્રેક્ટર મળી આવતા કાયદેસર કાર્યવાહી કરતા ટ્રેક્ટર ચાલક સહિત બે શખ્સ એસ.ડી.એમ.ને ધાક-ધમકી આપી રેતી ભરેલ ટ્રેક્ટર ભગાડી જઇ સરકારી ફરજમાં રૂકાવટ કરતા એસ.ડી.એમ.એ ફરિયાદ નોંધાવી હતી. 

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર બરવાળા પ્રાંત કચેરીના સબ ડિવીઝનલ મેજિસ્ટ્રેટ અને પ્રાંત અધિકારી સંકેતકુમાર દશરથભાઇ પટેલે રાણપુર પોલીસ મથકમાં નીતિન યાદવ અને યુવરાજ ઉર્ફે ગડો રામજીભાઇ સોમાણી (રે.બંને બરવાળા) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૧-૮ના રોજ તેઓ તેમજ પ્રાંત કચેરી સ્ટાફ લેન્ડ ગ્રેબિંગ એક્ટ ૨૦૨૦ અંતર્ગત ફરિયાદના કામે નીકળ્યા હતા તે વેળાએ બપોરે ૨.૫૦ કલાકના સુમારે રાણપુર તાલુકાના મોટી વાવડી ગામના પીકઅપ બસ સ્ટેન્ડ પાસે રેતી ભરેલ ટ્રેક્ટર સાઇડમાં પાર્ક કરેલ હતું ત્યાં પહોંચી ટ્રેક્ટર નંબર જીજે-૦૯-બીસી-૪૨૦૨ની સાથે રહેલ ચાલક નીતીન યાદવ પાસે રોયલ્ટીના કાગળો માંગતા રોયલ્ટી ભર્યાં વગરની રેતી (ખનીજ) હોવાનું જાણમાં આવતા રાણપુર પોલીસને જાણ કરી હતી તે વેળાએ અન્ય યુવરાજ ઉર્ફે ગડાએ આવી તેઓ સાથે રોયલ્ટી વગરના ટ્રેક્ટર બાબતે ચર્ચા કરી ટ્રેક્ટર જવા દેવાનો આગ્રહ રાખી ઉશ્કેરાઇ બોલાચાલી કરી નીતીને તું અમારા ધ્યાનમાં જ છે, તું ક્યાં જાય છે, શું કરે છે તે બધી અમને ખબર છે તેમજ યુવરાજે તને જોઇ લઇશ તેવી ધાક-ધમકી આપી બંને રેતી ભરેલ ટ્રેક્ટર લઇ ફરાર થઇ જઇ તેઓની સરકારી ફરજમાં રૂકાવટ કરી હતી. ઉક્ત ફરિયાદ અનુસંધાને રાણપુર પોલીસે બંને શખ્સ સામે આઇપીસી ૩૭૯, ૧૮૬, ૫૦૬(૨), ૧૧૪ તેમજ ધ માઇન્સ એન્ડ મિનરલ્સ ડેવલોપમેન્ટ રેગ્યુલેશન એક્ટ ૩, ૨૧ મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.

Tags :