- 2009 થી સતત રજૂઆતોનું કોઇ નિરાકરણ આવતું નથી
- 60 દિવસની મુદત પૂર્ણ થયા બાદ હાઇકોર્ટમાં પીઆઇએલ દાખલ કરવા ચક્રો ગતિમાન
ગુજરાતના ચોક્કસ જિલ્લાઓમાં અશાંતધારો લાગુ કરવામાં આવેલ છે. જ્યારે ભાવનગર શહેરમાં આ કાયદો લાગુ કરવા માટે અગાઉ તા.૬-૧૧-૦૯ થી તત્કાલીન મુખ્યમંત્રી તથા ગૃહપ્રધાન તથા ગૃહસચિવ તથા ભાવનગર જિલ્લા કલેક્ટર સહિતનાને લેખિત રજૂઆત કરેલ હતી. ત્યારબાદ તા.૭-૩-૧૦ના રોજ ગુજરાત રાજ્યના રાજ્યપાલને ત્યારબાદ મુખ્ય સેક્રેટરી ગાંધીનગરને તા.૨૩-૧૨-૨૦૨૧ એટલે કે ૬ માસ અગાઉ પણ રજૂઆત કરી ચુક્યા છીએ અને આ કાયદો ભાવનગર શહેરમાં લાગુ નહીં હોવાથી છેલ્લા બે દાયકામાં અનેક હિન્દુઓ પોતાની મિલ્કત વર્ષોથી રહેતા હતા તે વિસ્તાર વિધર્મીઓના વધારે પડતા રહેણાંકો થતા તેમની મિલ્કત વેચી અન્યત્ર રહેવા જતા રહેલ છે અને ભાવનગર શહેરના જુની માણેકવાડી, પ્રભુદાસ તળાવ, જમનાકુંડ, શિશુવિહાર, ગીતાચોક, ક્રેસન્ટ સર્કલ, મેઘાણી સર્કલ, ઘોઘાસર્કલ, રાણીકા, ભગાતળાવ, વડવા વિસ્તાર, વિજય ટોકીઝ, કુંભારવાડા સહિત સમગ્ર ભાવનગર શહેરની ચારે દિશામાંથી આજદિન સુધીમાં એટલે કે છેલ્લા બે દાયકા દરમિયાન હજારો લોકોએ પોતાની મિલ્કતો જેવી કે મકાન દુકાન, પ્લોટ સહિતની મિલ્કત વેચાણ કરી અન્ય ભાવનગર શહેરમાં બહુસંખ્યક વિસ્તારમાં રહેવા જતા રહેલ હોય અને અશાંતધારો લાગુ કરવા બાબતે તાજેતરમાં છેલ્લા બે માસ દરમિયાન એકપછી એક વિવાદો વધ્યા છે. ભાવનગર શહેરના ચારેય વિસ્તારના નુક્કડ શેરી, મહોલ્લા, રેસ્ટોરન્ટ સહિતના સ્થળોએ ઉપરોક્ત પ્રશ્ન બાબતે છેલ્લા ઘણા સમયથી આ મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બની ચુક્યો છે અને લોકમુખે પણ ઉપરોક્ત પ્રશ્ને વહેલીતકે અશાંતધારો લાગુ થાય તેવી હિન્દુઓ આશા વ્યક્ત કરી રહ્યા છે. ભાવનગર પૂર્વના ધારાસભ્ય સમક્ષ પણ હિન્દુ સંગઠનો દ્વારા મૌખિક રજૂઆતો પણ કરી ચુક્યા છે તેમ છતાં આ પ્રશ્ન ગંભીર હોવા છતાંય આજદીન સુધી તેનો કોઇ નિકાલ કરવા કરાવવામાં આવ્યો નથી જેથી પુનઃ રજૂઆત કરી સંબંધિત સરકારી વિભાગોને અશાંતધારો લાગુ કરવા બાબતે જરૂરી આગળની કાર્યવાહી કરવા અરજ કરી છે અને તેમ છતાં પણ ઉપરોક્ત પ્રશ્ન બાબતે દિવસ-૬૦માં નિર્ણય કરવા માંગણી કરાઇ છે. મુદત બાદ ના છુટકે ઉપરોક્ત પ્રશ્નના યોગ્ય નિરાકરણ માટે ગુજરાત હાઇકોર્ટમાં પી.આઇ.એલ. એટલે કે જાહેર હિતની અરજી દાખલ કરવાની ફરજ પડશે તેમ સામાજિક કાર્યકર હસમુખ ભટ્ટે જણાવ્યું છે.


